નવી દિલ્હી : એક ફેબ્રુઆરીથી ટીવીનું આખુ વિશ્વ બદલાવા જઇ રહ્યું છે. TRAI નવા નિયમ અનુસાર ગ્રાહકો હવે પોતાની પસંદગીની ચેનલ પસંદ કરી શકશે. બ્રોડકાસ્ટર અથવા કેબલ ઓપરેટર તેમના પર પોતાની મરજી થોપી શકે છે. જો કે TRAIનાં નવા નિયમ લાગુ થયા બાદ હવે ફ્રી ટુ એર ચેનલ જેવું કંઇ પણ નથી રહી ગયું. જો ઘરમાં ટીવી જોવું છે તે ઓછામાં ઓછા 153 રૂપિયા (બેઝીક 130 રૂપિયા ) ખર્ચ કરવા પડશે. આટલા રિચાર્જ બાદ ગ્રાહકોને 100 ફ્રી ટૂ એર ચેનલની પસંદગી પોતાની મરજી અનુસાર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP અધ્યક્ષ અમિત શાહ AIIMSમાંથી થયા ડિસ્ચાર્જ, સ્વાઇન ફ્લુના કારણે થયા હતા દાખલ

TRAIએ હાલમાં જ એક ટ્વીટ કરીને કહ્યું કે, જો કેબલ અથવા DTH કનેક્શન 72 કલાક માટે ડાઉન થઇ જાય છે તો ગ્રાહકને પે કરવાની જરૂર નથી. ટ્વીટમાં કહેવામાં આવ્યું કે સર્વિસ ડાઉન થવાનાં કારણે ગ્રાહક કસ્ટમર કેરને ફોન કરશે. 72 કલાકની અંદર સેવા ફરીથી ચાલુ નહી થાય તો તે પે નહી કરે. 


UP: કાસગંજમાં કલમ 144 લાગુ, છાપરા પર મશીનગન ફરજંદ કરવામાં આવી

ટ્રાઇનો આ આદેશ ગ્રાહકો માટે સારા સમાચાર છે. કારણ કે કનેક્શન ફોલ્ટ એક સાધારણ સમસ્યા છે. જ્યારે તેની ફરિયાદ કરવામાં આવે છે તો માત્ર એટલું જ કહેવામાં આવે છે કે કામ ચાલી રહ્યું છે. જેને ઝડપથી પુર્ણ કરવામાં આવશે. 



ટ્રાઇનાં નવા નિયમો ફેબ્રુઆરીથી લાગુ થવા જઇ રહ્યા છે. જેથી તમે જે પણ ઓપરેટરની સર્વિસ વાપરી રહ્યા છો તેનો સંપર્ક કરો અને પેકની પસંદગી કરો. 130 રૂપિયા (ટેક્સ સાથે 153 રૂપિયા)માં 100 SD( સ્ટાન્ડર્ડ ડેફીનેશન) પ્રી ટૂ એર ચેનલ પસંદ કરી શકો છો. એક ચેનલનો મેક્સિમમ રેટ 19 રૂપિયા હશે. જો કે ટેક્સ અલગથી ચુકવવો પડશે.