PM મોદીને લોકસભાની આ 18 બેઠકો હારવાનો ડર, નડ્ડાને આગળ કર્યા!
લોકસભામાં દીદીના પ્રભુત્વ છતાં અમિત શાહ અહીં 18 બેઠકો જીતીને લાવ્યા હતા. મોદીને ડર છે કે એ સીટો ફરી જીતવી અધરી છે. મોદીએ સૌથી પહેલી જવાબદારી પશ્ચિમ બંગાળમાં ભાજપનું ઘર સરખું કરવાની સોંપી છે.
નવી દિલ્હી: મોદીના ખાસ માનીતા જેપી નડ્ડા ફરી રાષ્ટ્રીય પ્રમુખ બની ગયા છે. નડ્ડાના કાર્યકાળમાં ભાજપને ભવ્ય જીત મળતાં ભાજપે બદલો વાળ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલાં 9 રાજ્યોની ચૂંટણી છે. ભાજપ કોઈ પણ ભોગે આ રાજ્યમાં પોતાનું પ્રભુત્વ જાળવવા માગે છે. ભાજપને ઉત્તર કરતાં દક્ષિણમાં સીટો ગુમાવવો વધારે ડર છે. જે.પી. નડ્ડાને ફરી ભાજપ પ્રમુખ બનતાં મોદીએ સૌથી પહેલાં આ રાજ્યની જવાબદારી સોપી દીધી છે.
અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?
લોકસભામાં દીદીના પ્રભુત્વ છતાં અમિત શાહ અહીં 18 બેઠકો જીતીને લાવ્યા હતા. મોદીને ડર છે કે એ સીટો ફરી જીતવી અધરી છે. મોદીએ સૌથી પહેલી જવાબદારી પશ્ચિમ બંગાળમાં ભાજપનું ઘર સરખું કરવાની સોંપી છે. મોદીના આદેશને માથે ચડાવીને નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે. બંગાળમાં નડ્ડાએ એક જાહેર સભાને સંબોધિત કરી. સાથે સાથે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક પણ કરીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે બેઠકો જીતે એ માટે શું કરવું તેની ચર્ચા પણ કરી હતી..
ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારના પગલે ભાજપમાં હતાશાનો માહોલ છે. લોકસભાની ચૂંટણી જેવો જુવાળ હવે નથી. ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતા ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપનાં અહીં વળતાં પાણી થયાં છે. દીદીએ અહીં ભાજપને પછડાટ આપી છે. બંગાળમાં ભાજપને હવે હારનો ડર લાગ્યો છે. જેથી નડ્ડાને સૌથી પહેલાં બંગાળમાં ભાજપનું વર્ચસ્વ વધારવાની જવાબદારી સૌંપાઈ છે. ભાજપ માટે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જીતેલી ૧૮ બેઠકો જાળવી રાખવી પણ મુશ્કેલ લાગી રહી છે તેથી મોદીએ નડ્ડાને મોકલવા પડયા છે.
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ કરમસદના યુવકને અશ્વેતોએ મારી ગોળી,શું હતું કારણ?
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, બંગાળમાં મોદીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અમિત શાહને જવાબદારી સોંપી હતી. શાહે જોરદાર પરિણામ લાવી બતાવ્યું પણ આ વખતે શાહને દૂર રખાયા એ આશ્ચર્યજનક છે. જોકે, એવું પણ બને કે શાહ પર હાલમાં લોકસભાની ચૂંટણીની જવાબદારી છે. અમિત શાહ અલગ અલગ રાજ્યોમાં જઈને લોકસભાની તૈયારીની સમીક્ષા કરી રહ્યાં છે. આ સમયે મોદી અમિત શાહને બંગાળનો ટાસ્ક આપવા માગતા નહીં હોય પણ બંગાળમાં નડ્ડા માટે કમાલ કરવો એ અઘરો છે.