મુંબઈ: મુંબઈના લીલોતરી વિસ્તાર આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કરનારી અરજીઓ હાઈ કોર્ટમાંથી ફગાવી દેવાયા બાદના ગણતરીના કલાકો બાદ કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ઝાડ કાપવાના શરૂ પણ કરી દીધા છે. કાર્યકરોએ આરોપ લગાવ્યો કે જે 2600 ઝાડ કાપવાના છે તેમાંથી 200 ઝાડ શુક્રવારે કાપી પણ નખાયા. આ બાજુ આરે કોલોની જતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરિકેડ લગાવી દીધી છે. કોલોનીના 3 કિમી સુધીના વિસ્તારમાં કોઈને પણ જવાની મંજૂરી નથી. 60 લોકોની અટકાયત કરી છે. 


સોશિયલ મીડિયા પર ઝાડ કાપવાનો વીડિયો વાઈરલ થઈ ગયો પરંતુ મુંબઈ મેટ્રો રેલવે નિગમના અધિકારીઓ દ્વારા હજુ એ અધિકૃત માહિતી જાહેર કરાઈ નથી કે શું ખરેખર નિયોજિત મેટ્રો શેડ માટે ઝાડ કાપવાનું કામ શરૂ થઈ ગયું છે કે શું?જો કે સમગ્ર પ્રસ્તાવિત કાર શેડ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરાયા છે. કારણ કે શુક્રવારે મોડી રાતે સેંકડો લોકો ઝાડ કપાતા રોકવા માટે પહોંચ્યા હતાં. અનેક ટ્વીટ દ્વારા આ મુદ્દે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર અને બૃહદ મુંબઈ મહાનગરપાલિકની ટીકા કરવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...