જયપુરઃ રાજસ્થાનમાં એક આફ્રિકન મહિલાને પોતાના પ્રાઇવેટ પાર્ટમાં ડ્રગ કેપ્સૂલ છુપાવવી ભારે પડી છે. કેપ્સૂલ કાઢવા માટે મહિલાને રાજધાની જયપુરની એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટર કેપ્સૂલ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ અનુસાર શારજાહથી આવેલી મહિલા સાંગાનેર એરપોર્ટ પર ઝડપાય છે. શંકાસ્પદ લાગવા પર મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા હોસ્પિટલમાં દાખલ
અધિકારીઓ અનુસાર મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં 80 કેપ્સૂલ છુપાવી રાખી હતી. જેને એનિમા આપી કાઢવામાં આવી રહી છે. આ કેસ્પૂલની કિંમત 10 કરોડ રૂપિયા છે. ડોક્ટરો ડ્રગની કેપ્સૂલ કાઢવામાં લાગ્યા છે. મહેસૂલના અધિકારીઓેની ટીમે જયપુર એરપોર્ટ પર ડ્રગ તસ્કર મહિલાની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. અધિકારીઓને જાણકારી મળી કે મહિલા પ્રાઇવેટ પાર્ટમાં ડ્રગ કેપ્સૂલ છુપાવીને લાવી છે. મહિલા શારજાહથી જયપુર આવી હતી. જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને શંકા જતા મહિલાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ શંકાસ્પદ સામાન મળ્યો નહીં. ત્યારબાદ ગુપ્ત સૂચનાના આધાર પર ડીઆરઆઈની ટીમે મહિલાને કસ્ટડીમાં લીધી હતી. સવાઈ માનસિંહ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. અહીં ડીઆરઆઈએ મહિલાની બોડીને સ્કેન કરાવી તો તેની અંદર ડ્રગ હોવાની શંકા ગઈ હતી. 


આ પણ વાંચોઃ ઘાસચારા કૌભાંડ સિવાય કોઈ સ્કેમ નથી થયા? પિતાની સજા પર તેજસ્વીએ ઉઠાવ્યો સવાલ


80 કેપ્સૂલની કિંમત 10 કરોડ
અધિકારીઓને હેરોઈન કે કોકીનનો પાઉડર હોવાની આશંકા છે. ડીઆરઆઈ રાજસ્થાન આ નેટવર્કને તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે આ ડ્રગ જપ્ત થયા બાદ તેની સાચી કિંમત બહાર આવશે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે ડ્રગની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube