ઘાસચારા કૌભાંડ સિવાય કોઈ સ્કેમ નથી થયા? પિતાની સજા પર તેજસ્વીએ ઉઠાવ્યો સવાલ

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને વધુ એક કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ તેજસ્વી યાદવે એજન્સીના કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. 

ઘાસચારા કૌભાંડ સિવાય કોઈ સ્કેમ નથી થયા? પિતાની સજા પર તેજસ્વીએ ઉઠાવ્યો સવાલ

પટનાઃ ઘાસચારા કૌભાંડના ડોરંડા ટ્રેઝરી કેસમાં 5 વર્ષની જેલની સજા અને 60 લાખનો દંડ લાલુ પ્રસાદ યાદવને ફટકારવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં ઘાસચારા સિવાય કોઈ અન્ય સ્કેમ થયો નથી. તેજસ્વી યાદવે કહ્યુ- ઘાસચારા કૌભાંડ સિવાય શું દેશમાં કોઈ અન્ય સ્કેમ થયો નથી. માત્ર બિહારમાં 80 સ્કેમ થઈ ચુક્યા છે, પરંતુ સીબીઆઈ, ઈડી અને એનઆઈએ આખરે ક્યાં છે. શું દેશમાં માત્ર એક સ્કેમ થયો છે અને એક જ નેતા છે. સીબીઆઈએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીને ભુલાવી દીધા છે. 

એટલું જ નહીં તેજસ્વીએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની વાત કહી છે. તેજસ્વી યાદવે કહ્યું- હું કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્પણી નહીં કરૂ. આ અંતિમ ચુકાદો નથી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આ દેશમાં છે. અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. અમને આશા છે કે ઉચ્ચ ન્યાયાલયમાં નિચલી કોર્ટનો નિર્ણય બદલી જશે. તેજસ્વી યાદવે કહ્યુ- જો લાલુ જીએ ભાજપની સાથે હાથ મિલાવી લીધો હોત તો તેને રાજા હરિશચંદ્ર કહેવામાં આવ, પરંતુ તેમણે આરએસએસ અને ભાજપ વિરુદ્ધ લડાઈ લડી. તેથી તેમણે કેદનો સામનો કરવો પડી રહ્યો છે. અમે તેનાથી ડરવાના નથી. 

— ANI (@ANI) February 21, 2022

આ વચ્ચે લાલુ પ્રસાદ યાદવે પણ સજાને લઈને ટ્વીટ કર્યુ છે. તેમના એકાઉન્ટથી ટ્વીટ કરવામાં આવ્યું, 'અન્યાય અસમાનતા સાથે, તાનાશાહી સત્તા સામે લડ્યો છું લડતો રહીશ. આંખમાં આંખ નાખીને, સત્ય જેની તાકાત છે. સાથે છે જેની જનતા, તેના ઇરાદા શું તોડશે જેલના સળીયા.' આ રીતે લાલુ પ્રસાદ યાદવે ઇશારામાં કહ્યુ છે કે સરકાર તેને ફસાવવાનું કામ કરી રહી છે. મહત્વનું છે કે લાલુ પ્રસાદ યાદવની 5 વર્ષની સજા યથાવત રહે છે તો તેમણે જેલમાં જવુ પડશે. એટલે કે તે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકશે નહીં. જો તેમ થાય તો આરજેડી માટે મોટો ઝટકો હતો, જે બિહારની રાજનીતિની ખેલાડી છે. 

આ લોકોને પણ મળી સજા
લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત મોહમ્મદ સહીદને 5 વર્ષની સજા અને 1.5 કરોડ રૂપિયાનો દંડ, મહેન્દર સિંહ બેદીને 4 વર્ષની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ, ઉમેશ દુબેને 4 વર્ષ, સતેન્દ્રકુમાર મહેરાને 4 વર્ષ, રાજેશ મહેરાને 4 વર્ષ, ત્રિપુરારીને 4 વર્ષ, મહેન્દ્રકુમાર કુંદનને 4 વર્ષની સજા મળી. 

જ્યારે ડોક્ટર ગૌરી શંકરને 4 વર્ષ, જસવંત સહાયને 3 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ, રવિન્દ્રકુમારે 4 વર્ષની સજા, પ્રભાતકુમારને 4 વર્ષની સજા, અજિતકુમારને 4 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ, બિરસા ઉરાંવને 4 વર્ષની સજા  અને 3 લાખ રૂપિયાનો દંડ તથા નલિની રંજનને 3 વર્ષની સજા થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news