મહિલા પોલીસકર્મીના પેન્ટ પર કાદવ ઉડ્યો તો કરાવ્યું સાફ અને પછી ઝીંકી દીધો લાફો
જ્યારે તે વ્યક્તિએ તેની મોટરસાઇકલને ફેરવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલા પોલીસકર્મીના પેન્ટમાં તે સમયે કીચડ લાગી જાય છે. ત્યારબાદ તેણે પોતાનું પેન્ટ સાફ કરાવ્યું અને જતા પહેલા જોરથી થપ્પડ મારી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ચોંકાવનારા વીડિયોમાં એક મહિલા પોલીસકર્મી એક પુરુષ દ્રારા તેના પેન્ટને સાફ કરવા દબાણ કરતી જોવા મળી રહી છે. જ્યારે તે વ્યક્તિએ તેની મોટરસાઇકલને ફેરવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલા પોલીસકર્મીના પેન્ટમાં તે સમયે કીચડ લાગી જાય છે. ત્યારબાદ તેણે પોતાનું પેન્ટ સાફ કરાવ્યું અને જતા પહેલા જોરથી થપ્પડ મારી.
પોલીસકર્મીના પેન્ટ કાદવ ઉછળ્યો તો ઝીંકી દીધો લાફો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના રીવાના સિરમૌર ચોક પાસે બની હતી. વીડિયોમાં તે વ્યક્તિ લાલ કપડાથી પોલીસના સફેદ પેન્ટને સાફ કરવા માટે નમતો જોવા મળે છે. જ્યારે તે વ્યક્તિ મહિલા પોલીસકર્મીની પેન્ટ સાફ કરી દે છે, ત્યારબાદ તે તેને થપ્પડ મારીને ત્યાંથી નીકળી જાય છે. પોલીસકર્મીનો ચહેરો જોઈ શકાતો નથી કારણ કે તેના માથા પર સફેદ દુપટ્ટો વિંટેલો છે. પછી તેની ઓળખ હોમગાર્ડના કોન્સ્ટેબલ શશી કલા તરીકે થઈ હતી, જેને કલેક્ટર ઓફિસમાં રજૂ કરવામાં આવી હતી.
રીવાના એડિશનલ એસપીનું આવ્યું મોટું નિવેદન
રીવાના એડિશનલ એસપી શિવ કુમારે કહ્યું, "અમે વીડિયો જોયો છે અને એવું લાગે છે કે એક વ્યક્તિને અધિકારીની પેન્ટ સાફ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જેણે તેને થપ્પડ પણ મારી હતી અને તે પછી તે ત્યાંથી ચાલ્યો ગયો હતો." જો કોઈ અમારી પાસે ફરિયાદ લઈને આવશે તો અમે તપાસ કરીશું. જો કે, અત્રે ઉલ્લેખનીય છે કે કીચડના છાંટા પેન્ટ પડવાના કોઈ ફૂટેજ જોવા મળ્યા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મીમ વાલા ન્યૂઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube