નવી દિલ્હી: નક્સલીઓનું પળવારમાં કામ તમામ કરી દેવા માટે બનેલી કોબરા કમાંડોમાં લેડી કમાંડોઝને પહેલીવાર સામેલ કરવામાં આવી છે. જંગલોમાં છુપાયેલા નક્સલીઓના વિરૂદ્ધ ઓપરેશન માટે CRPF ની કોબરા બટાલિયન પહેલાં જ તૈનાત છે પરંતુ હવે પહેલીવાર નક્સલીઓનો સામનો કરવા માટે કોબરાની ફોર્સમાં મહિલા કમાંડોઝ પણ સામેલ થઇ છે. ગુરૂગ્રામના CRPF એકેડમીમાં ચાલી રહેલી ટ્રેનિંગને પુરી થઇ ગયા બાદ આ કમાંડોઝને છત્તીસગઢ અને ઓડિશા સહિત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકસલી ક્ષેત્રોમાં તૈનાત થશે કોબરા કમાંડોઝ મહિલાઓ
જાણકારી અનુસાર 6 ફેબ્રુઆરીને કોબરાની પહેલી મહિલા યૂનિટને CRPF માં સત્તાવાર રીતે સામેલ કરવમાં આવશે. કોબરા કમાંડોઝની સૌથી ખાસ વાત એ છે કે આવી આક્રમકતાથી દુશ્મન પર હુમલો કરે છે જેથી દુશ્મનને ખબર પડતી નથી કે ક્યારે તેમનો સફાયો થઇ ગયો. આ બટાલિયન વિશેષ રૂપથી તે વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે છે જે નક્સલીઓના કોર વિસ્તારના છે એટલે કે જેમને નક્સલ ગઢ ગણવામાં આવે છે. કોબરામાં તૈનાત આસિસ્ટેંટ કમાંડેંટ સુખપાલ સિંહે Zee News જણાવ્યું કે અમે CRPF ના DG થી આદેશ મળ્યો છે કે નક્સલીઓનો સામનો કરવા માટે કોબરાની મહિલા યૂનિટને તૈયાર કરવાની છે. આ મહિલા કમાંડોઝને જલદી જ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. 

iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે


કોબરા યૂનિટમાં સામેલ થઇ 34 મહિલા કમાંડોઝ
જાણકારી અનુસાર હાલ 34 મહિલાઓને કોબરામાં સામેલ કરવામાં આવશે પરંતુ આગામી કેટલાક મહિનામાં તેમની સંખ્યા વધારી 100 કરવામાં આવશે. કોબરા કમાંડોઝ ધોર જંગલોમાં ઘુસીને નક્સલીઓને ટક્કર આપ્શે અને તેમને મોતના ઘાટ ઉતારે છે. એટલા માટે તેમને ગોરિલ્લા વોર માટે નિપુણ ગણવામાં આવે છે. કોબરા બટાલિયનમાં સામેલ જવાનોને એકદમ કઠિન ટ્રેનિંગ આપવામાં આવે છે. CRPF થી તેમને જવાનોને તેમાં સામેલ કરવામાં આવે છે જે એકદમ ફીટ થાય છે. 

Corona Vaccine લગાવતાં જ બીજી ભાષામાં બોલવા લાગ્યો માણસ, હર્ષ ગોયનકાએ શેર કર્યો Video


કોબરામાં સામેલ થતાં પહેલાં આ જવાનોને ત્રણ મહિનાની કડી ટ્રેનિંગ કરવામાં આવે છે. આ દરમિયાન તેમને આક્રમકના નવા પેંતરા તથા રીત શિખવાડવામાં આવે છે. કોબરા કમાંડોને જંગલની લડાઇ માટે તૈયાર કરવામાં આવે છે. આ CRPF ની તે સ્પેશિયલ ફોર્સ છે જે ગોરિલ્લા વોરફેર માટે સંપૂર્ણરીતે દક્ષ છે. કોબરા કમાંડોઝ સરળતાથી કોઇપણ પ્રકારના બોમ્બને ડિફ્યૂઝ કરી શકે છે અને જમીનમાં છુપાવેલા બોમ્બને સરળતાથી શોધે છે. કોબરા 12 દિવસ સુધી ખાધા પીધા વિના જંગલમાં પણ રહી શકે છે. 


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube