iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે

આ પહેલાં કંપની આ પ્રકારે 185W ફાસ્ટ ચાર્જિંગ રજૂ કરી ચૂકી છે. જેમાં વાયર્ડથી 120W, વાયરલેસ ચાજિંગથી 55W અને રિવર્સ ચાર્જિંગથી 10W મળીને 185W નું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે.

iphone કરતાં સવાઇ છે Mi ની ટેક્નોલોજી, તો પણ હિનાને ગમતો નથી કેમ કે હિના જરાક શોખીન છે

નવી દિલ્હી: ભલે બેટરી ટેક પર કામ એટલું થઇ રહ્યું ન હોય, પરંતુ પરંતુ ફાસ્ટ ચાર્જિંગને લઇને ખૂબ કામ થઇ રહ્યું છે. શાઓમી (Xiaomi) 200W ફાસ્ટ ચાર્જિંગ પર કામ કરી રહી છે. તેથી 10 મિનિટમાં ફોન ફૂલ ચાર્જ કરી શકાશે. 

ચીની કંપની શાઓમી (Xiaomi) તેના માટે 200W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. આગામી દિવસોમાં તેને ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાં આપવામાં આવી શકે છે. જોકે તેને લઇને કોઇ ટાઇમલાઇન ક્લિયર નથી.  

આ ટેક્નોલોજી વિશે એક ટિપ્સરે ચીની માઇક્રો-બ્લોગિંગ સાઇટ Weibo પર પોસ્ટ કર્યું છે. ટિપ્સટરએ કહ્યું કે 200W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ ખૂબ ઝડપથી થઇ રહ્યું છે. તેને ફ્લેગશિપ ફોનની સાથે આ વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. 

ટિપ્સરના અનુસાર શાઓમી (Xiaomi) તેના માટે રસપ્રદ રીત અપનાવી રહી છે. જેમાં કંપનીનો પ્લાન છે કે વાયર્ડ વાયરલેસ ચાર્જિંગના કોમ્બિનેશનને મળીને 200W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને રજૂ કરે. 

આ પહેલાં કંપની આ પ્રકારે 185W ફાસ્ટ ચાર્જિંગ રજૂ કરી ચૂકી છે. જેમાં વાયર્ડથી 120W, વાયરલેસ ચાજિંગથી 55W અને રિવર્સ ચાર્જિંગથી 10W મળીને 185W નું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે. 

રસપ્રદ વાત એ છે કે કંપની 200W ચાર્જિંગ પર ત્યારે કામ કરી રહી છે જ્યારે ઘણીએ બ્રાંડ્સના ફોના બોક્સમાંથી ચાર્જર દૂર કરવામાં આવી રહ્યા છે. શાઓમી (Xiaomi) એ તાજેતરમાં જ Mi 11 સથે ચાર્જર હટાવ્યું નથી. જોકે પછી કસ્ટમર્સને કોઇપણ શરત વિના ચાર્જર સિલેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. 

આ બધા ઉપરાંત કંપની ઇન્ટરનેટ ઇન ફોલ્ડિંગ ડિઝાઇનના ફોન પર કામ કરી રહી છે. Xiaomi તરફથી આ તમામ પર ઓફિશિયલી કમ્ફોર્મેશન આપ્યું નથી. આ પહેલાં કંપની તરફથી Air Charge ટેક્નોલોજીને લાવવામાં આવી હતી. જેથી હવામાં જ ડિવાઇસને ચાર્જ કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news