ડ્રોન બાદ પાકિસ્તાની સીમા પારથી આવે છે ચમકતી લાઇટ, ગામવાસીઓમાં ફફડાટ
પંજાબના પાકિસ્તાન બોર્ડર પર રહેલા ક્ષેત્રમાં ડ્રોન બાદ નવી ઘટનાથી દહેશત ફેલાઇ ચુકી છે. ફિરોઝપુર જિલ્લાના ત્રણ ગામમાં ગત્ત ઘણા દિવસોથી ડ્રોન જોવાથી હડકંપ મચી ચુક્યો છે. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે બોર્ડરની નજીક પાકિસ્તાન તરફથી લોકો ખુબ ચળકતી લાલ લાઇટો જોવા મળી. તેના કારણે લોકોનાં હોશ ઉડી ગયા. ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ પણ આ અંગે સાચી માહિતી મેળવી શકી નહોતી. ત્યાર બાદ લોકોએ આખી રાત દહેશતમાં પસાર કરી હતી. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હી : પંજાબના પાકિસ્તાન બોર્ડર પર રહેલા ક્ષેત્રમાં ડ્રોન બાદ નવી ઘટનાથી દહેશત ફેલાઇ ચુકી છે. ફિરોઝપુર જિલ્લાના ત્રણ ગામમાં ગત્ત ઘણા દિવસોથી ડ્રોન જોવાથી હડકંપ મચી ચુક્યો છે. ત્યાર બાદ બુધવારે મોડી રાત્રે બોર્ડરની નજીક પાકિસ્તાન તરફથી લોકો ખુબ ચળકતી લાલ લાઇટો જોવા મળી. તેના કારણે લોકોનાં હોશ ઉડી ગયા. ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસ પણ આ અંગે સાચી માહિતી મેળવી શકી નહોતી. ત્યાર બાદ લોકોએ આખી રાત દહેશતમાં પસાર કરી હતી. આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
ખુશખબર : Jio ની મહત્વની જાહેરાત, યુઝર્સે નહી ચુકવવા પડે કોલિંગના પૈસા
સરહદના ગામડાઓમાં ડ્રોનની સાથે સાથે ખુબ જ ઝડપથી લાલ લાઇટોનાં કારણે બુધવારે રાત્રે હોબાળો મચી ગયો હતો. બોર્ડરના ગામ હજારા સિંહ, ચાંદીવાલા અને ટેડીંગવાલાના લોકો અનુસાર બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ પાકિસ્તાની ક્ષેત્રમાં ખુબ જ ચમકી રહેલી લાલ રંગની લાઇટો જોવા મળી. તેમાં ડ્રોન દેખાવાનાં મુદ્દે લોકો દહેશતમાં આવી ચુક્યા છે. લોકોએ આ અંગે પોલીસને માહિતી આપી છે. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને તપાસ ચાલુ કરી દેવામાં આવી. ફિરોઝપુર મુદ્દે એસપી (હેડક્વાર્ટર) ગુરમીતસિંહ ચીમા એસપી અજયરાજ સિંહ ડ્રોન જોવાનાં મુદ્દે સતત અપડેટ લઇ રહ્યા છે અને બીએસએફ સમગ્ર મુદ્દે બીએસએફ અધિકારીઓ પણ આ મુદ્દાને ગંભીરતા લઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ-વડાપ્રધાન માટે નવા VVIP પ્લેન: ઘાતક મિસાઇલ લગાવાશે
સાહિત્ય નોબલ : 2018નું પોલેન્ડની ઓલ્ગા, 2019નું ઓસ્ટ્રેલિયન પીટરને સન્માન
સતત ત્રીજીવાર સીમાપરના ગામમાં ડ્રોનના સમાચાર મળ્યા
લાઇટો દેખાયા બાદ આખી રાત ફરજ પર રહ્યા અને પાકિસ્તાન તરફથી આવી રહેલી લાઇટો જોતા રહ્યા. ગામના લોકોનું કહેવું છે કે રાત જેમ જેમ ગાઢ થતી જાય છે તે તેમ તેમ આ ચમકતી વસ્તુ સીમામાં પ્રવેશતી જાય છે અને હવામાં ચક્કર લગાવીને પરત ફરી જાય છે. સરહદી ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ગામના લોકો શાંતિની નિંદર નથી માણી સકતા. સોમવારે રાત્રે ડ્રોન જોવાનાં મુદ્દો ચાલુ થયો હતો, જો કે બુધવાર રાત સુધી ચાલુ રહ્યું.
370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ
સોમવારે જ્યારે ડ્રોનની માહિતી મળી હતી ત્યારે જે બીએસએફએ પોલીસની સાથે રાત્રે જ ગામના હજારા સિંહવાલા, ટેંડીવાલા અને ગટ્ટી રાજોકોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. બીએસએફ અધિકારીઓએ સતર્કતા દર્શાવતા પંજાબ પોલીસનાં ફિરોઝપુરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કનો પ્રયાસ કરી રહ્યા છે. ગામવાસીઓએ આ દાવાઓનાં આધારે બીએસએફ અને પોલીસ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સોમવારે આખો દિવસ ગામમાં ડ્રોનની સનસની બાદ મંગળવારે સાડા દસ વાગ્યે ડ્રોન ફરીથી દેખાયા. ગામના લોકો આ ડ્રોનને પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ત્રણ ચાર કિલોમીટર સુધી પરત ફરવાનો દાવો કરી રહ્યા હતા. હવે બુધવારે રાત્રે પાકિસ્તાનની હદમાં લાઇટો જોવા મળતા સનસની મચી ચુકી છે. સવાર થતા સુધીમાં 100થી વધારે ખેતરનાં ઘુણે ઘુણાની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઇ જ મળ્યું નહોતું.