નવી દિલ્હી: દેશભરમાં ધામધૂમથી દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, જો કે દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા પર દેશભરના ઘણા શહેરોમાં પ્રદુષણનું સ્તર ઘણું વધી ગયું છે. જ્યાં સુધી રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીંયા આનંદ વિહાર વિસ્તારમાં ગુરૂવાર સવારે પ્રદૂષણનું સ્તર સૌથી વધારે નોંધાયુ છે. આનંદ વિહારમાં હવાની ગુણવત્તા ઈન્ડેક્સ સ્કેલ પર 999 (AQI) નોંધવામાં આવી છે. ત્યારે ચાણક્યપુરી સ્થિત અમેરિકન એમ્બેસીના વિસ્તારમાં હવાની ગુણવત્તા ઈન્ડેક્સ સ્કેલ પર 459 (AQI)  નોંધ કરવામાં આવી છે. ત્યારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમના વિસ્તારમાં હવાની ગુણવત્તા ઇન્ડક્સ સ્કેલ પર 999 (AQI) નોંધ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી પાસે નોઇડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ એને ગુરૂગ્રામમાં ગુરૂવાર સવારે આકાશમાં ધૂંધ દૃષ્ટિની ઝાંખ (2) ધૂળ ઊડીને થતો અંધકાર છવાયેલો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તરામાં લોકોને રાત્રી 8 વાગ્યાથી 10 વાગ્ય વચ્ચે ફટકાડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં બુધવાર રાત્રે 10 વાગે વાયુ ગણુવત્તા સૂચઆંક (એક્યૂઆઇ) 296 નોંધાવ્યો છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના અનુસાર સાંજે સાત વ્યાગે એક્યૂઆઇ 281 હતો રાત્રે 8 વાગે 291 અને રાત્રે 9 વાગે 294 થઇ ગયો હતો. જોકે કેન્દ્ર દ્વારા સંચાલિત સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચે સમગ્ર એક્યૂઆઇ 319 નોંધાવ્યું છે જે ખુબ જ ખરાબની શ્રેણીમાં આવે છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...