કૃષિ કાયદા પર બોલ્યા પીએમ, કૃષિ સાથે જોડાયેલી દીવાલો હટાવી રહ્યાં છે, નાના કિસાનોને થશે ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહ્યુ કે, નવા કૃષિ સુધારાથી કિસાનોને ફાયદો થવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કૃષિ સાથે જોડાયેલા તમામ દીવાલોને હટાવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે ભારતીય વાણિજ્ય તથા ઉદ્યોગ મહાસંઘ (FICCI)ની 93મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) અને વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ સંબંધન ડિજિટલ માધ્યમથી થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, વર્, 2020 ટ્વેન્ટી-ટ્વેન્ટીની મેચમાં આપણે ઘણી વાર સ્થિતિઓને ખુબ ઝડપથી બદલતી જોઈ છે. પરંતુ વર્ષ 2020 બધાને પાછળ છોડી ગયું. આપણા દેશ અને દુનિયાએ આ વર્ષમાં ઉથલ-પાછલ જોઈ. પીએમે કહ્યુ કે, સારી વાત છે કે કોરોનાને કારણે સ્થિતિ જેટલી બગડી એટલે ઝડપથી સુધરી રહી છે.
પીએમ મોદીએ કૃષિ કાયદાની ફરી પ્રશંસા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારાની ચર્ચા કરતા કહ્યુ કે, નવા કૃષિ સુધારાથી કિસાનોને ફાયદો થવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કૃષિ સાથે જોડાયેલા તમામ દીવાલોને હટાવી રહ્યાં છે. નવા કૃષિ કાયદાથી કિસાનોને નવી બજાર મળશે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવક વધશે. પીએમ મોદીએ કહ્યુ કે, કૃષિ ક્ષેત્રમાં રોકાણથી કિસાનોને ખુબ ફાયદો થશે. તેમને નવા વિકલ્પ મળશે, નવી બજાર ખુલશે.
ભારતના નિર્ણયથી દુનિયા હેરાનઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા કહ્યુ કે, મહામારીના સમયમાં ભારતે નાગરિકોના જીવનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમણે કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ભારતે જે નિર્ણય લીધા તેણે દુનિયાને ચકિત કરી દીધા.
આ પણ વાંચોઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 98 લાખને પાર
વિદેશી ઇન્વેસ્ટરોએ રેકોર્ડ રોકાણ કર્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, છેલ્લા છ વર્ષમાં દુનિયાએ ભારતમાં ગજબ વિશ્વાસ દેખા્ડયો છે, અને આ વિશ્વાસ છેલ્લા છ મહિનામાં વધુ મજબૂત થયો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભલે તે એફડીઆઈ હોય કે એફપીઆઈ વિદેશી રોકાણકારોએ ભારતમાં રેકોર્ડ રોકાણ કર્યું છે અને આગળ કરી રહ્યાં છે.
કૃષિ ક્ષેત્રને વધુ ખાનગી રોકાણની જરૂર
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ખેતીમાં જેટલું રોકાણ ખાનગી ક્ષેત્ર દ્વારા થવું જોઈએ એટલું થયું નથી. ખાનગી ક્ષેત્રએ કૃષિ ક્ષેત્રને એક્સપ્લોર કર્યું નહીં. પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓ સારૂ કામ કરી રહી છે, પરંતુ તેણે વધુ સારૂ કામ કરવાની જરૂર છે.
FICCIના 99માં વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી મોદીએ ફિક્કીના 93માં વાર્ષિક વર્ચ્યુઅલ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું. આ તકે તેમણે કહ્યું કે, વર્ષ 2020એ બધાને માત આપી. પરંતુ સારી વાત છે કે ખરાબ સ્થિતિ ઝડપથી સુધરી રહી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube