બક્સર : નવા વાહન વ્યવહારનાં નિયમનું બિહારમાં પણ ખાસ્સી અસર જોવા મળી રહી છે. બક્સરમાં દંડ થવાથી ગુસ્સે ભરાયેલા યુવકે હોબાળો કર્યો હતો. તેણે હોબાળો કરીને  હેલમેટ વગર બાઇક ચલાવી રહેલા પોલીસવાળાને ન માત્ર દંડ ભરાવ્યો પરંતુ તેને સસ્પેન્ડ પણ કરાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા બાદ એસપીએ દાદાગીરી કરનારા પોલીસવાળાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
નગર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર રોશન કુમારનું હેલમેટ લઇને યુવકની સાથે વિવાદ થઇ ગયો. વિવાદનો વીડિયો પણ વાઇરલ થઇ ગયો હતો, જેના આધારે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરીને લાઇન પર હાજર કરી દેવામાં આવ્યો છે. આ વાતની માહિતી આપતા પોલીસ અધીક્ષક ઉપેન્દ્ર નાથ વર્માએ જણાવ્યું કે, વાયરલ વીડિયો જોયા બાદ રોશન કુમારને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસપીએ જણાવ્યું કે, સસ્પેન્ડનાં સમય દરમિયાન રોશ કુમારને સામાન્ય જીવન ભથ્થુ પુરૂ પાડવામાં આવશે. આ દરમિયાન જિલ્લા હેડક્વાર્ટરમાં બનેલા પોલીસ કેન્દ્રમાં જ રહેશે. બીજી તરફ કસ્ટડીમાં લેવામાં આવેલા યુવકને પણ છોડી મુકવામાં આવ્યો છે.


મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO
વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર 
શુક્રવારેમોડી સાંજે નગર પોલીસ સ્ટેશનનાં આઇટીઆઇ ફિલ્ડની નજીક પોતાને દંડની કારણે ગુસ્સે ભરાયેલા એક યુવકે હેલમેટ વગર જઇ રહેલા સબ ઇન્સપેક્ટરને પકડી લીધો હતો. ટ્રાફીક નિયમોનો હવાલો ટાંકીને સબ ઇન્સપેક્ટર પર હાવી થઇ ગયો હતો. આ મુદ્દે યુવક સાથે પોલીસ સબ ઇન્સપેક્ટરની બોલાચાલી થઇ ગઇ હતી. ઘણા લાંબા સમય સુધી માર્ગ પર હાઇવોલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો હતો.


વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી બોલ્યા- હરિયાણાને 'ડબલ એન્જિન'નો લાભ મળ્યો
બીજી તરફ ત્યાં હાજર લોકોએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. આ ઘટના બાદ હોબાળો કરી રહેલા યુવકને પણ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો હતો. જો કે એસપીનાં ધ્યાને વાત આવતા તેમણે યુવકને છોડી દેવાની જાહેરાત કરી હતી.