વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર 

ચંદ્રયાન-2ને લઈને ઈસરોના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું કે 'ઈસરોને વિક્રમ લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે.' સિવને જણાવ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. તેમણે કહ્યું કે 'જો કે હજુ સુધી લેન્ડર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલદી સંપર્ક થઈ શકશે.'

વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર 

બેંગ્લુરુ: ચંદ્રયાન-2ને લઈને ઈસરોના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું કે 'ઈસરોને વિક્રમ લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે.' સિવને જણાવ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. તેમણે કહ્યું કે 'જો કે હજુ સુધી લેન્ડર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલદી સંપર્ક થઈ શકશે.'

અત્રે જણાવવાનું કે વિક્રમ લેન્ડરે લેન્ડિંગ સમયે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગના તબક્કા સફળતાપૂર્વક પસાર કરી લીધા હતાં. પરંતુ સોફ્ટ લેન્ડિંગ થાય તેની 2.1 કિમી અગાઉ જ ગ્રાઉન્ડ સ્ટેશન સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. 

— ANI (@ANI) September 8, 2019

વિક્રમ મળી આવે તેવી હજુ પણ સંભાવના, કોશિશ ચાલુ-ઈસરો ચીફ
આ અગાઉ ઈસરો ચીફ કે.સિવને કહ્યું કે લેન્ડર વિક્રમ મળી આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે ઓર્બિટરની ઉંમર એક વર્ષ નહીં પરંતુ સાડા 7 વર્ષથી વધુ છે. પહેલા કહેવાયું હતું કે એક વર્ષની છે. તેનું કારણ એ છે કે તેની પાસે ઘણું ફ્યુલ વધેલુ છે. ઓર્બિટર પર લાગેલા ઉપકરણો દ્વારા લેન્ડર વિક્રમની ભાળ મળી જાય તેવી શક્યતા વધુ છે. 

જુઓ LIVE TV

ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર, રોવર ન કરી શકે
ચંદ્રયાન-2 પોતાના લક્ષ્યાંકમાં લગભગ 95 ટકા સફળ થયું છે. 2008ના ચંદ્રયાન-1 મિશન પ્રોજેક્ટ ડાઈરેક્ટર અને ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક એમ.અન્નાદુરાઈએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર અને રોવર કરી શકે નહીં. તેમણે કહ્યું કે રોવરનો રિસર્ચ એરિયા 500 મીટર સુધીનો હોય છે. જ્યારે ઓર્બિટર તો લગભગ 100 કિમીની ઊંચાઈથી સમગ્ર ચંદ્રનું મેપિંગ કરશે. 

ચંદ્રને સ્પર્શવાનો અમારો સંકલ્પ વધુ મજબુત થયો છે-પીએમ મોદી
શનિવારે પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા કહ્યું હતું કે હું તમારા નિરાશ ચહેરા વાંચી શકું છું. વડાપ્રધાને લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયા બાદ વૈજ્ઞાનિકો સાથે વાત કરી. તેમણે કહ્યું કે ચંદ્રને સ્પર્શવાનો આપણો સંકલ્પ વધુ મજબુત થયો છે. આપણે ખુબ નજીક પહોંચી ગયા હતાં પરંતુ આપણે હજુ વધુ આગળ જવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news