મુંબઈઃ Mumbai News: મુંબઈની એક લોકલ ટ્રેનમાં કેટલીક મહિલાઓ વચ્ચે સીટને લઈને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઠાણે-પનવેલ મુંબઈ લોકલના લેડીઝ કોચમાં મહિલા યાત્રીકો વચ્ચે આ ઝગડો થયો હતો. 


વાયરલ મીડિયામાં મહિલાઓ ટ્રેનની અંદર એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. એક મહિલા કોન્સ્ટેબલ યાત્રીકોને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ ગયા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube