નવી દિલ્હી : જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટીમાં વિવાદિત લવ જેહાદ અંગે ફિલ્મ દેખાડવા દરમિયાન કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ બાધા નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો આરોપ છે કે ફિલ્મનાં સ્વરૂપે નફરત પેદા કરવાનો પ્રચાર કરવામાં આવ્યો છે. આ ઘટના શુક્રવારે રાતની છે, ઇન ધ નેમ ઓફ લવ - મેલન્કાલી ઓફ ગોડ્સ ઓન કન્ટ્રી (In the Name of Love-Melancholy of God's Own Country)’ નામની ફિલ્મનાં પ્રદર્શનનું આયોજન ગ્લોબલ ઇન્ડિયન ફાઉન્ડેશન અને જેએનયૂનાં વિવેકાનંદ વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી વિદ્યર્થી સંઘ અને જેન્ડર સસિટાઇઝેશન કમિટી એગેસ્ટ સેક્શ્યુઅલ હેરેસમેન્ટે ફિલ્મ દેખાડવા દરમિયાન તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. આરોપ લગાવ્યો કે ફિલ્મનાં સ્વરૂપે નફરતનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પ્રદર્શનકર્તાઓ અને એબીવીપીનાં સભ્યો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 

પોલીસને બંન્ને તરફથી 13 ફરિયાદો મળી
દિલ્હી પોલીસે કહ્યું કે, બંન્ને તરફથી 13 ફરિયાદો મળી છે અને તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદમાં સંગીન આરોપો લગાવાયા છે હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે. જેએનયૂએસયૂએ કહ્યું કે, તેઓ હિંસાની વિરુદ્ધ શનિવારે રાત્રે પરિસરમાં માર્ચ કાઢશે. તે જ સમયે એબીવીપી પણ એક માર્ચ કાઢશે. આયોજકોનાં અનુસાર ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે. આ ફિલ્મ લવ જેહાદ અને કેરળમાં યુવતીઓનાં ધર્માંતર મુદ્દા પર કેન્દ્રીત છે.