નવી દિલ્હી: રાફેલ ડીલમાં કેન્દ્રની મોદી સરકાર પર સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી કોંગ્રેસ પર નાણા મંત્રી અરુણ જેટલીએ આજે આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે 'કોંગ્રેસ તરફથી રાફેલ ડીલની કિંમત પર હંમેશાથી ખોટા તથ્યો રજુ કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે જ પોતાના અલગ અલગ ભાષણોમાં 2007ની આ રાફેલ ડીલની સાત અલગ અલગ કિંમતો ગણાવી છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની વિચારસરણી નાની
સમાચાર એજન્સી એએનઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં નાણા મંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાફેલ ડીલ પર આરોપ લગાવનારી ચર્ચા પ્રાઈમરી શાળામાં થતી ચર્ચા સમાન છે. જે રીતે મેં કોઈ સામાન માટે 500 રૂપિયા આપ્યાં અને તમે 1600 રૂપિયામાં ખરીદ્યો. આ બધા તર્ક એ દર્શાવે છે કે રાહુલ ગાંધીની સોચ કેટલી નાની છે. 



મુદ્રા કિંમતોમાં થયેલા ફેરફારથી ભાવ વધ્યા
જેટલીએ રાફેલ ડીલની કિંમતોમાં વધારો કરવાના આરોપ પર કહ્યું કે '2015 અને 2016માં રાફેલ વિમાન ડીલ પર જેટલી પણ વાતચીત થઈ અને જ્યારે 2016માં આ ડીલ ફાઈનલ થઈ તો જે ભાવો વધ્યાં, તે આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્રા કિંમતોમાં થયેલા ફેરફારના કારણે વધ્યાં. વિમાનની પાયાની કિંમતમાં તો 9 ટકાનો ઘટાડો થયો. તે કોંગ્રેસ પણ જાણે છે.'



દરેક વિમાન પર અમે 20 ટકા ભાવ ઓછા કરાવ્યાં
તેમણે કહ્યું કે હું આ વાક્ય અગાઉ પણ દોહરાવી ચૂક્યો છું કે તેઓ (રાહુલ ગાંધી) આ અંગે કેટલું જાણે છે અને તેઓ ક્યારે જાણશે. શું તમે વિમાનની મૂળભૂત કિંમતોની સરખામણી પૂર્ણરૂપથી તૈયાર વિમાનની કિંમતો સાથે કરી રહ્યાં છો. શું તમે મામૂલી વિમાનની સરખામણી ફાઈટર વિમાન સાથે કરી રહ્યો છો. જેટલીએ કહ્યું કે અમારી સરકારે ફાઈટર વિમાનની કિંમતોને ઓછી કરાવવા માટે દરેક શક્ય વાતચીત કરી. તેનાથી 2007ની કોંગ્રેસ સરકાર સમયની ડીલની સરખામણીમાં 2016માં દરેક વિમાન પર 20 ટકા કિંમત ઓછી થઈ. 



કોઈ ખાનગી કંપની ભાગીદાર નથી
જેટલીએ આરોપ લગાવ્યો કે જે ડીલને દસ વર્ષ સુધી રોકી રાખી અને દેશની સુરક્ષા સાથે રમત કરાઈ. તેનું કોઈ કારણ પણ જણાવાયું નથી. અમારી સેનાઓની લડવાની ક્ષમતા વધવી જોઈતી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ એ વાત સમજી લે કે તે દરેક વખતે લોકોને બેવકૂફ બનાવી શકે નહીં. આ સરકારની સરકાર તરફ વ્યવસ્થા છે. સરકાર સીધા ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાન ખરીદી રહી છે. તેમાં કોઈ ખાનગી કંપની હિસ્સેદાર નથી.