આ બાજુ નાણામંત્રી રજુ કરી રહ્યા હતા BUDGET, આવુ હતુ રાહુલ ગાંધીનુ REACTION
નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0નું મહત્વપુર્ણ બજેટ આજે સંસદ ભવનમાં રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ વાંચવાનું ચાલુ કર્યું. તેમણે કહ્યું કે, વિશ્વાસ હોય તો જરૂર કોઇ રસ્તો નિકળે છે. હવાની ઓટ લઇને પણ ચિરાગ પ્રજ્વળી ઉઠે છે. આગામી થોડા વર્ષમાં આપણી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડિયાને મહત્વ આપવામાં આવ્યું છે. દેશનાં દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી સૌથી મોટી વ્યવસ્થા છે, જે પહેલા 11મા નંબર પર હતી. આપણે આપણી યોજના પર અમલ કર્યો છે. ખાદ્ય સુરક્ષા પર ખર્ચ બમણો કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દરેક લક્ષ્યને પુર્ણ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી ખુબ જ નિરાશ જોવા મળ્યા હતા.
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકાર 2.0નું મહત્વપુર્ણ બજેટ આજે સંસદ ભવનમાં રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ વાંચવાનું ચાલુ કર્યું. તેમણે કહ્યું કે, વિશ્વાસ હોય તો જરૂર કોઇ રસ્તો નિકળે છે. હવાની ઓટ લઇને પણ ચિરાગ પ્રજ્વળી ઉઠે છે. આગામી થોડા વર્ષમાં આપણી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. બજેટમાં ન્યૂ ઇન્ડિયાને મહત્વ આપવામાં આવ્યું છે. દેશનાં દરેક વ્યક્તિ પરિવર્તન અનુભવી રહ્યો છે. હાલમાં આ છઠ્ઠી સૌથી મોટી વ્યવસ્થા છે, જે પહેલા 11મા નંબર પર હતી. આપણે આપણી યોજના પર અમલ કર્યો છે. ખાદ્ય સુરક્ષા પર ખર્ચ બમણો કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દરેક લક્ષ્યને પુર્ણ કરશે. આ દરમિયાન રાહુલ ગાંધી ખુબ જ નિરાશ જોવા મળ્યા હતા.
બજેટ 2019: શું સસ્તુ થયું અને શું મોંઘુ...સંપૂર્ણ યાદી માટે કરો ક્લિક
સમગ્ર બજેટ દરમિયાન જો કે રાહુલ ગાંધી ખુબ જ નિરાશ જોવા મળ્યા હતા. બજેટ દરમિયાન તેઓ આસપાસનાં નેતાઓ સાથે પણ વાતચીત ટાળી હતી. તેઓ માત્ર સોનિયા ગાંધી સાથે જ વાતો કરી રહ્યા હતા. કેટલાક શબ્દો સમજવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું હતું. આ દરમિયાન મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પહેલું બજેટ અને પોતાનું પહેલુ બજેટ રજુ કરતા નિર્મલા સીતારમણે મિડલ ક્લાસ પરિવાર માટે મોટી જાહેરાત કરી હતી.
સનકી પતિએ પત્ની અને 3 બાળકોની હત્યા કરી મોત વ્હાલું કર્યું, લાશો જોઈ પોલીસ હેબ્તાઈ ગઈ
રેલવે બજેટ 2019: જાણો રેલવે બજેટની મુખ્ય 10 વાતો, શું છે ખાસ
45 લાખ રૂપિયા સુધીનું મકાન ખરીદનાર મિડલ ક્લાસ પરિવારને 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છુટ પ્રાપ્ત થશે. નાણામંત્રીએ કહ્યું કે, મુદ્રા લોન દ્વારા લોકોનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે. સરકારી પ્રક્રિયાઓને વધારે સરળ બનાવવામાં આવશે. દેશને પ્રદૂષણ મુક્ત બનાવવાનું લક્ષ્યાંક મુકવમાં આવ્યું છે. ચુલાઓના ધુમાડાથી દેશે મુક્તિ મળી છે. ભારત હવે રોજગાર આપનારો દેશ બન્યો છે. જો કે આ જાહેરાત દરમિયાન રાહુલ ગાંધીના હાવભાવ દિગમુઢ અને નિરાશ પ્રકારનાં હતા.