નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
મનમોહન સિંહે જે મંતવ્ય રજુ કર્યું તે બદલ તેમનો આભાર હું તેમનું મંતવ્ય માંગીશ
નવી દિલ્હી : એક તરફ તમામ આંકડાઓ અર્થવ્યવસ્થામાં સુસ્તીની તરફ ઇશારાઓ કરી રહ્યા છે, તો બીજી તરફ સરકાર સતત તે વાતનું ખંડન કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. આ અંગેનાણામંત્રી નિર્મલા સીતારમણે તે માનવાનો ઇન્કાર કરી દીધો કે દેશની અર્થવ્યવસ્થા મંદીની ઝપટે ચડી ચુકી છે. તે પુછવામાં આવતા કે શું અર્થવ્યવસ્થા મંદી સામે જઝુમી રહી છે. તેમ પુછવામાં આવતા કે શું અર્થવ્યવસ્તા મંદિ સામે જઝુમી રહી છે અને સરકાર મંદીના સમાચાર સાથે સંમત છે, નાણામંત્રીએ તેનો સ્પષ્ટ જવાબ નહી આપતા કહ્યું કે, તેઓ ઉદ્યોગ પ્રતિનિધિઓને મળે અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે. સીતારમણે કહ્યું કે, ઉદ્યોગ જગત સરકાર પાસે શું ઇચ્છે છે, તે અંગે તેઓ સલાહ લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, હું એવું બે વખત કરી ચુકી છું અને આગળ પણ વારંવાર કરતી રહીશ.
આંદામાન અને નિકોબાર ટાપુ સમુહ પાસે સમુદ્રમાં ભારતની જાસૂસી કરી રહ્યું છે ચીન
બેંક વિલયનાં કારણે નહી જાય એક પણ નોકરી
નાણામંત્રીએ નોકરીઓ છીનવવાનાં સવાલ અંગે કહ્યું કે, મોટા ભાગની નોકરીઓ અસંગઠીત ક્ષેત્રમાં હોય છે જેનો ડેટા સરકાર પાસે નથી. બેંકોનાં વિલય બાદ નોકરી જવાની આશંકાને ફગાવતા તેમણે એસબીઆઇનું અન્ય બેંકો સાથેવિલયનો હવાલો ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, કર્મચારીઓની કોઇ છંટણી નહી થાય. તેમણે સંબંધિત સવાલ અંગે કહ્યું કે, ખોટી માહિતી છે. હું બેંકોના દરેક યુનિયનને આશ્વસ્ત કરવા માંગુ છું કે તેઓ શુક્રવારે કહેવાયેલી મારી વાત યાદ રાખે. અમે બેંકોના વિલયની જાહેરાત કરી હતી ત્યારે જ સ્પષ્ટ જણાવ્યું હતું કે એક પણ કર્મચારીની છટણી નહી થાય. બિલ્કુલ પણ નહી.
કરતારપુર કોરિડોર મુદ્દે 4 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન. વચ્ચે મહત્વની બેઠક
લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી
બજેટ દરમિયાન લેવાયેલા નિર્ણયોનાં પરિણામો દેખાવા લાગ્યા
અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીના કારણે વાહનોનાં વેચાણમાં ભારે ઘટાડા મુદ્દે તેમણે કહ્યું કે, સરકાર ઇલેક્ટ્રીકલ વાહનોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. જો કે અન્ય વાહનોની કિંમત પર નહી. તેમણે કહ્યું કે, વસ્તુ અને સેવા કર (GST) માં ઘટાડ કરવા સંબંધિત નિર્ણય જીએસટી કાઉન્સિલ લેશે. તેમણે કહ્યું કે, બજેટ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયનાં પરિણામ દેખાવા લાગ્યા છે.
આ વખતે ગણેશ ચતુર્થી પર રાશિ પ્રમાણે કરો ગજાનનની પૂજા, મળશે બમણો લાભ
મનમોહન સિંહનું મંતવ્ય માંગીશ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિવેદન અંગે નાણામંત્રીએ કહ્યું કે, શું ડૉ. મનમોહન સિંહ કહી રહ્યા છે કે રાજનીતિક પ્રતિશોધની ભાવનામાં સંડોવાયેલા હોવાના બદલે સમજદાર લોકો સાથે વાતચીત કરીને રસ્તો કાઢવો જોઇએ ? શું તેમણે એવું કહ્યું છે, તમારો આભાર, હું આ અંગે તેમનું મંતવ્ય લઇશ. આ જ મારો જવાબ છે.
પ.બંગાળમાં ભાજપના સાંસદ અર્જૂન સિંહની કાર પર હુમલો, TMC સમર્થકો પર આરોપ
મનમોહન સિંહે આપી હતી સલાહ
મનમોહન સિંહે કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થા સતત આઘાત સહન નહી કરી શખે. એટલા માટે હું સરકારનેઅપીલ કરૂ છુ કે તેઓ રાજનીતિક પ્રતિશોધની ભાવનાને કિનારે રાખે અને સમઝદાર લોકો સાથે વાતચીત કરીને અર્થવ્યવસ્થાને બહાર લાવે જે સરકાર દ્વારા પેદા કરાયેલા સંકટમાં ફસાઇ ગઇ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે જે 6 વર્ષનાં નિચલા સ્તર પર છે.