લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી

બાળક શાળાએ ન જવા માટે રોજે રોજ અવનવા બહાના શોધતું હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યો છે. શહેરની એક શાળામાં 8મા ધોરણના વિદ્યાર્થીએ રજા મેળવવા માટે અરજીમાં ભૂલથી પોતાના જ મોતનું કારણ આગળ ધર્યું અને ચોંકાવનારી વાત એ હતી કે પ્રિન્સિપાલે પણ અરજી વાંચ્યા વગર જ બાળકને રજા પણ આપી દીધી. બાળકનો આ પત્ર હવે વાઈરલ થઈ ગયો છે. 

Updated By: Sep 1, 2019, 03:06 PM IST
લો બોલો...બાળકે પોતાના જ મોતનું કારણ ધરી રજા માંગી, પ્રિન્સિપાલે આપી પણ દીધી
સાંકેતિક તસવીર

કાનપુર: બાળક શાળાએ ન જવા માટે રોજે રોજ અવનવા બહાના શોધતું હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરમાં સામે આવ્યો છે. શહેરની એક શાળામાં 8મા ધોરણના વિદ્યાર્થીએ રજા મેળવવા માટે અરજીમાં ભૂલથી પોતાના જ મોતનું કારણ આગળ ધર્યું અને ચોંકાવનારી વાત એ હતી કે પ્રિન્સિપાલે પણ અરજી વાંચ્યા વગર જ બાળકને રજા પણ આપી દીધી. બાળકનો આ પત્ર હવે વાઈરલ થઈ ગયો છે. 

દાદીનું થયું હતું મોત
સોશિયલ મીડયા પર વાઈરલ થયેલા આ અરજી પત્રમાં કાનપુરના જીટી રોડ સ્થિત એક પ્રાઈવેટ શાળામાં ભણતા બાળકે ભૂલથી પોતાની દાદીની જગ્યાએ પોતાના મોતનો હવાલો આપીને રજાની માગણી કરી. રજા મળ્યા બાદ બાળક પોતાની દાદીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ ગયો. બીજી બાજુ તેનો પત્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો. 

અરજીમાં શું લખ્યું?
શાળાના સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે પ્રિન્સિપાલે રજા આપી પણ દીધી હતી. અને આ ભૂલના કારણે થયું હતું. શાળાના એક ટીચરે જણાવ્યું કે બાળકે પોતાના પત્રમાં લખ્યું છે કે મહોદય, સવિનય જણાવવાનું કે પ્રાર્થી....નું આજે 20-8-2019ના રોજ દેહાંત થયું છે. મહોદયને અનુરોધ છે કે પ્રાર્થીને હાફ ટાઈમથી રજા આપવા વિનંતી..મોટી કૃપા રહેશે.

Image may contain: text

પ્રિન્સિપાલે અરજી પર લાલ પેનથી હસ્તાક્ષર કરતા રજા આપી દીધી. પ્રિન્સિપાલની આ ભૂલ બાદ શાળાના જ એક વ્યક્તિએ બાળકની આ અરજી સોશિયલ મીડિયામાં લીક કરી દીધી. બાળકનો આ પત્ર જલદી વાઈરલ થઈ ગયો. ત્યારબાદ લોકોની રમૂજભરી પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઈ. અનેક લોકોએ પ્રિન્સિપાલને બરખાસ્ત કરવાની પણ માંગણી કરી દીધી.