અજબ ગજબ: વરસાદના છાંટા ગોળ કેમ હોય છે, જાણો તેના પાછળનું રહસ્ય
વરસાદના છાંટાને જોઈને એવુ લાગે કે કોઈ ચોક્કસ બીબામાં તેને ઢાળીને પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આજના આર્ટીકલમાં કે કેમ વરસાદનાં છાંટા ગોળ જ હોય છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં આપણી આસપાસ એવી ઘણી ઘટનાઓ બને છે, જેની આપણને જાણકારી નથી હોતી. આપણે બાળપણથી વરસાદ અને તેના છાંટાને જોતા આવ્યા છીએ. પરંતુ શું આપણને ખબર છે કે, વરસાદના છાંટા કે ટીપા આખરે ગોળ જ કેમ હોય છે? વરસાદના છાંટાને જોઈને એવુ લાગે કે કોઈ ચોક્કસ બીબામાં તેને ઢાળીને પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આજના આર્ટીકલમાં કે કેમ વરસાદનાં છાંટા ગોળ જ હોય છે.
બાળપણમાં તમે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો સપાટી વિશે ભણવામાં આવ્યુ હશે. પરંતુ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે જાણવાનો બિલકુલ પણ પ્રયાસ કરવામાં નથી આવ્યો. વરસાદનાં છાંટા ગોળ હોવા પાછળનું કારણ પણ વૈજ્ઞાનિક છે.
સપાટીના તણાવને કારણે પાણીના ટીપાં ગોળ આકારના હોય છે. જે વાસણમાં આપણે પાણી રાખીએ છીએ તે તેનો આકાર લે છે. અત્યારે તમારા મનમાં સવાલ હશે, કે વરસાદના ટીપા ગોળ આકારના કેમ છે. પાણીના છાંટા સ્વતંત્ર રૂપે ધરતી પર પડે છે, એટલા માટે તે ન્યૂનતમ આકાર લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વરસાદના ટીપા ગોળાકારમાં પડે છે.
શું છે વૈજ્ઞાનિક કારણ
ગુરુત્વાકર્ષણના કારણે સૌથી નાનામાં નાનો આકાર ગોળાકાર છે. પાણીના છાંટા જેમ જેમ નાના થતા જાય છે, તેમ તેમ ગોળાકાર સ્વરૂપ લેવા લાગે છે. બીજી કોઈ વસ્તુ કરતા ગોળાકારનું ક્ષેત્રફળ નાનુ હોય છે. જેના કારણે વરસાદનાં છાંટા ગોળ બની જાય છે. વરસાદ સિવાય કોઈપણ દ્રવ્ય જેમ જેમ પૃથ્વીની નજીક જાય છે તેમ તેમ તે છાંટાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ધરતીની સપાટીના કારણે વરસાદના છાંટાનો આકાર ગોળ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube