આપણા દેશમાં દરેક જાતિ ધર્મના લોકો રહે છે, જેમાં હિંદુ, મુસ્લિમ, શીખ ખ્રિસ્તી બધા હાજર છે. અને તેથી જ ભારતમાં હોળી, દિવાળી, ઈદ, નાતાલ વગેરે જેવા વિવિધ પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. આ બધા તહેવારોમાં, ખ્રિસ્તીઓનો અન્ય એક વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે જે ગુડ ફ્રાઈડે અથવા ઈસ્ટર તરીકે ઉજવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુડ ફ્રાઈડેને હોલી ફ્રાઈડે અને ગ્રેટ ફ્રાઈડે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે, જેણે ઈસાઈ ધર્મને માનનાર લોકો માને છે. આજે ઇસ્ટર સન્ડે પહેલા શુક્રવારે શોકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તને ઘણી શારીરિક યાતનાઓ બાદ સૂળી પર ચઢાવવામાં આવ્યા હતા. અને આ કારણોસર કેટલાક લોકો આ દિવસને બ્લેક ફ્રાઈડે તરીકે પણ ઓળખે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર, ઈસુ ખ્રિસ્તે લોકોના ભલા માટે પોતાનું બલિદાન આપ્યું હતું, તેથી તેને 'ગુડ' નામ આપવામાં આવ્યું હતું.


શું છે ગુડ ફ્રાઈડેનો ઈતિહાસ? 
એવું માનવામાં આવે છે કે લગભગ 2000 વર્ષ પહેલા ભગવાન ઈશુએ લોકોને ભાઈચારા, એકતા, અહિંસા, માનવતા અને શાંતિના પાઠ આપવાનું કાર્ય શરૂ કર્યું હતું અને તે સમય દરમિયાન જ્યારે ભગવાન ઈશુની લોકપ્રિયતા લોકોમાં વધવા લાગી પછી ત્યાંના ધર્મગુરુઓને પોતાની ચિંતા થવા લાગી તો ઈસુની સતાવણી કરવામાં આવી અને ઈસુ ખ્રિસ્તને માનવતાના દુશ્મન તરીકે જાહેર કર્યા. પરંતુ તેમ છતાં પણ જીસસ ક્રાઇસ્ટની લોકપ્રિયતામાં ઘટાડો થયો નહીં. આખરે ઈસુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમણે મૃત્યુદંડ આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો. આ હુકમનામું પ્રસિદ્ધ થયા પછી ઈસુ ખ્રિસ્ત પર શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું, તેમણા શરીર પર કોરડા મારવામાં આવ્યા, ચાબુક મારવામાં આવ્યા અને કાંટાનો તાજ પહેરાવીને ત્રાસ આપવામાં આવ્યો. અને અંતમાં તેમના પગ અને હાથોમાં ખિલ્લા મારીને ક્રોસ પર લટકાવી દેવામાં આવ્યા. 


પછી શું થયું ઈસુ ખ્રિસ્તને ફાંસી લટકાવ્યા બાદ?
ખ્રિસ્તીઓના પવિત્ર ગ્રંથ બાઈબલ અનુસાર, જીસસને 6 કલાક સુધી ખીલ્લા મારીને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન છેલ્લા 3 કલાકમાં આખા રાજ્યમાં અંધકાર થવાઈ ગયો હતો. ઇસુ ખ્રિસ્તે પ્રાણ ત્યાગ્યા પછી એવું કહેવાય છે કે વિનાશક ભૂકંપ આવ્યો હતો અને કબરો તૂટવા લાગી હતી. ત્યાર પછીથી દર વર્ષે આજનો દિવસ ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવામાં આવે છે.


કેવી રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર?
ખ્રિસ્તીઓ બપોરે 3 વાગ્યે ચર્ચમાં ભેગા થઈને પ્રાર્થના કરે છે અને ભગવાન ઇસુ પાસે પોતાના દ્વારા કરેલા પાપો અને ભૂલોની માફી માંગે છે અને ઇસુ ખ્રિસ્તને શ્રદ્ધાંજલિ આપે છે. ગુડ ફ્રાઈડેના દિવસે ચર્ચમાં ઘંટડીઓ વાગતી નથી અને મોટાભાગના લોકો કાળા કપડા પહેરીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. જોકે ખ્રિસ્તીઓ આખા અઠવાડિયા દરમિયાન તેણે પવિત્ર માને છે અને ચર્ચમાં પ્રાર્થના સિવાય કોઈ ઉજવણી કરવામાં આવતું નથી.


ગુડ ફ્રાઈડેના દિવસે ચર્ચમાં ઘંટડીઓ વગાડવામાં આવતી નથી. ખ્રિસ્તી ધર્મના મોટાભાગના લોકો ગુડ ફ્રાઈડે પર કાળા કપડાં પહેરીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. ખ્રિસ્તી ધર્મમાં આ આખું સપ્તાહ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. છતાં આ પવિત્ર સપ્તાહમાં ચર્ચમાં પ્રાર્થના સિવાય કોઈ ઉજવણી થતી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube