Santosh Patil Death: ઈશ્વરપ્પા સામે FIR દાખલ, CM એ કહ્યું- તપાસ બાદ સત્ય સામે આવશે
કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલના મોત મામલે કર્ણાટકના કેબિનેટ મંત્રી કે એસ ઈશ્વરપ્પા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મૃતકના ભાઈ પ્રશાંતે ઈશ્વરપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બેંગલુરુ: કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલના મોત મામલે કર્ણાટકના કેબિનેટ મંત્રી કે એસ ઈશ્વરપ્પા વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મૃતકના ભાઈ પ્રશાંતે ઈશ્વરપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIR દાખલ થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનું કહેવું છે કે આ મામલે ઈશ્વરપ્પા સાથે વાત કરવામાં આવશે. આ બાજુ ઈશ્વરપ્પાનું કહેવું છે કે મુખ્યમંત્રી કહેશે તો તેઓ તેમનું રાજીનામું સોંપી દેશે.
અત્રે જણાવવાનું કે કર્ણાટક ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી કેએસ ઈશ્વરપ્પા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલ ઉડુપીની એક હોટલમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેઓ હિન્દુ યુવા વાહિનીના રાષ્ટ્રીય સચિવ પણ હતા.
આ મામલે સીએમ બસવરાજ બોમ્મઈએ કહ્યું કે હા એફઆઈઆર દાખલ થઈ છે. મે તમામ માહિતી મેળવી હતી. આજે હું ઈશ્વરપ્પા સાથે વાત કરીશ. તેમની પાસેથી જાણકારી લઈશ. તેમને વ્યક્તિગત રીતે બોલાવીશ અને કેટલીક વાતો કરીશું. તેમણે કહ્યું કે તેમની સાથે એક એક કરીને વાત કરીશ ત્યારે મને સ્પષ્ટ સમજમાં આવશે. તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેશે.
સીએમ બોમ્મઈએ કહ્યું કે વિપક્ષી દળ આ મામલે ખામીઓ કાઢવાની કોશિશ કરી રહ્યા છે. તપાસ બાદ સચ્ચાઈ સામે આવી જશે. તેની પાછળ મુખ્ય ભૂમિકા કોણે ભજવી હતી, આ સમગ્ર મામલે પૃષ્ઠભૂમિ ખુબ મહત્વની છે. તપાસમાં બધુ સામે આવી જશે. ત્યારબાદ સચ્ચાઈ ખબર પડી જશે. મેં કહ્યું હતું કે કાયદા મુજબ તપાસ થશે અને અમે આ મામલે હસ્તક્ષેપ કરીશું નહીં. અમારા રાષ્ટ્રીય નેતા આ સમગ્ર મામલાથી માહિતગાર છે.
અત્રે જણાવવાનું કે ઈશ્વરપ્પા વિરુદ્ધ ઉડુપી સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ છે. તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ 306 અને 34 હેઠળ ગુનો નોંધાયો છે. બીજી બાજુ આ મામલે કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારે કહ્યું કે કોંગ્રેસના તમામ વિધાયકોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ઈશ્વરપ્પાની ધરપકડ અને મંત્રી પદેથી હટાવવાની માગણી કરી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
બે પત્ની સાથે એક જ ઘરમાં રહેતો હતો ડોન દેવા, આ કારણસર કર્યા હતા બીજા લગ્ન
Action on Pilots: DGCA એ 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા, જાણો કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube