સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડનારા વકીલ રાજીવ ધવન સામે પોલીસમાં ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.
નવી દિલ્હીઃ અયોધ્યાકેસમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા કોર્ટમાં નકશો ફાડવાની ઘટનાના સંદર્ભમાં તેમની સામા પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ભાજપના નેતા અભિષેક દુબે દ્વારા દાખલ કરાયેલી આ ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ રાજીવ ધવન દ્વારા રામ મંદિરનો નકશો ફાડવામાં આવ્યો હતો, જેના કારણે દેશમાં અરાજક્તા ફેલાવાનો અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. આથી તેમની સામે યોગ્ય કલમો અંતર્ગત કાર્યવાહી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણીના અંતિમ દિવસે બુધવારે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ દ્વારા હિન્દુ પક્ષ તરફથી જમા કરવામાં આવેલા દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી દેવાના કારણે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ સમક્ષ આ પ્રકારનું કૃત્ય કરાયું હતું, મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ પણ કહ્યું હતું કે, એક પક્ષ એવું વાતાવરણ બનાવી રહ્યું છે, જે સુનાવણી માટે બિલકૂલ અનુકૂળ નથી.
મહારાષ્ટ્ર ચૂંટણીઃ સંજય દત્ત પછી હવે આદિત્ય ઠાકરેને મળ્યો મિથુન ચક્રવર્તીનો સાથ
સુનાવણીના 40મા અને અંતિમ દિવસે હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા એક નકશો રજુ કરીને વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ સિંહે નકશાની નકલ કોર્ટને આપવાની સાથે-સાથે એક નકલ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને આપી હતી. વિકાસ સિંહે આ નકશો આપવાની સાથે જણાવ્યું કે, સીતા રસોઈ અને સીતા કૂપના પિક્ટોરિયલ નકશાથી જગ્યાની ઓળખ થાય છે, કે તે ભગવાન રામની જન્મભૂમિ છે.
JKLF આતંકવાદી જાવેદ મીરની ધરપકડઃ 1990માં વાયુસેનાના અધિકારીઓની કરી હતી હત્યા
ત્યાર પછી મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને મોટા અવાજમાં આ નકશાની નકલ રજુ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ નકશો રેકોર્ડનો કોઈ ભાગ નથી. ત્યાર પછી તેમણે દસ્તાવેજ ફાડવાની પાંચ ન્યાયાધિશની બેન્ચની મંજુરી માગતા કહ્યું કે, "શું મને આ દસ્તાવેજને ફાડવાની મંજુરી છે... આ સુપ્રીમ કોર્ટ કોઈ મજાક નથી અને ત્યાર પછી તેમણે દસ્તાવેજના ટૂકડે-ટુકડા કરી નાખ્યા હતા."
જુઓ LIVE TV....