JKLF આતંકવાદી જાવેદ મીરની ધરપકડઃ 1990માં વાયુસેનાના અધિકારીઓની કરી હતી હત્યા

સમાચાર એજન્સી IANS એ સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, 15 ઓક્ટોબરના રોજ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર થયા પછી મીરની ધરપકડ કરાઈ છે. સીબીઆઈના અધિકારીઓએ મીરને તેના ઘરમાંથી ઉઠાવ્યો હતો. 
 
JKLF આતંકવાદી જાવેદ મીરની ધરપકડઃ 1990માં વાયુસેનાના અધિકારીઓની કરી હતી હત્યા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ(JKLF)ના આતંકવાદી જાવેદ મીર ઉર્ફે નલ્કાની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સીબીઆઈએ 1990માં ભારતીય વાયુસેનાના અધિકારીઓની હત્યાના કેસમાં તેની ધરપકડ કરી છે. તેને આગામી અઠવાડિયે 23 ઓક્ટોબરના રોજ કોર્ટમાં રજુ કરાશે. 

સમાચાર એજન્સી IANS એ સીબીઆઈના સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, 15 ઓક્ટોબરના રોજ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર થયા પછી મીરની ધરપકડ કરાઈ છે. સીબીઆઈના અધિકારીઓએ મીરને તેના ઘરમાંથી ઉઠાવ્યો હતો. 

સીબાઆઈ દ્વારા માર્ચ મહિનામાં દાખલ કરાયેલી અરજીને પગલે જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટે કેટલાક કેસની સુનાવણી જમ્મુ વિંગમાં ટ્રાન્સફર કરવાની મંજુરી આપી હતી. આ કેસમાં 1990માં શ્રીનગરના રાવલપોરામાં ભારતીય વાયુસેનાના અધિકારીઓની હત્યા અને 8 ડિસેમ્બર, 1989ના રોજ તત્કાલિન ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની દિકરી રુબઈયા સૈયદના અપહરણના કેસનો સમાવેશ થાય છે. 

જેકેએલએફના વડા યાસનિ મલિની સાથે મીર આ બંને કેસમાં આરોપી હતી અને અત્યારે તે આતંકવાદ ફંડના કેસમાં તિહાર જેલમાં છે. આ અગાઉ, 2009માં હાઈકોર્ટે બંને કેસમાં ટાડા કોર્ટ દ્વારા આગળ કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news