મુંબઈ ફૂટઓવર બ્રિજ દુર્ઘટના: મૃત્યુઆંક 6 થયો, મધ્ય રેલવે અને BMCના અધિકારીઓ સામે FIR
આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટો અકસ્માત સર્જાયો. સીએસટી સ્ટેશન પર એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતા 6 લોકોના મોત થયા. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે.
મુંબઈ: આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે એક મોટો અકસ્માત સર્જાયો. સીએસટી સ્ટેશન પર એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતા 6 લોકોના મોત થયા. જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં. ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે તેની ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે. આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304એ (બેદરકારીથી મોત) હેઠળ મધ્ય રેલવે અને બીએમસીના સંબંધિત અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ પુલ ભીડભાડવાળા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન સાથે જોડાતો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...