Today Stock Market: શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
Share Market: PNB, BPCL, ITC, Nestle India અને NMDCને લઈને સ્ટોક માર્કેટના એક્સપર્ટ્સે અમુક અભિપ્રાયો આપ્યાછે. અહીં આપણે જાણીએ કે આજે બજાર ખૂલતાની સાથે જ કયા શેર ખરીદવા જોઈએ અને કયા વેચવા જોઈએ.
Trending Photos
Today Stock Market: ગયા અઠવાડિયે ગુરુવારે બિઝનેસ સપ્તાહનો છેલ્લો દિવસ હતો. લગભગ 5 દિવસના ઘટાડા બાદ આ દિવસે બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ દિવસે નિફ્ટી 50ના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 7 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. તો ચાલો હવે જાણીએ કે નિષ્ણાતો સોમવાર માટે શું કહી રહ્યા છે. આ સાથે અમે આજ માટે શ્રેષ્ઠ BTST (Buy Today Sell Tomorrow) અને STBT (Sell Today Buy Tomorrow) કૉલ્સ પણ જાણીશું.
PNB અને ITCના સ્ટોક્સને લઈને શું છે અભિપ્રાય?
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, પ્રકાશ ગાબાએ સોમવારે બજાર ખુલ્યા બાદ પંજાબ નેશનલ બેંકમાં STBT કોલ આપતી વખતે વેચવાની સલાહ આપી છે. તેમની સલાહ છે કે વેપારીઓએ રૂ.100ના સ્તરે વેચાણ કરવું જોઈએ. ITC શેર્સ અંગે વેપારી અને બજાર નિષ્ણાત અમિત સેઠે STBT કોલ આપ્યો છે અને વેચવાની સલાહ આપી છે. તેમની સલાહ છે કે વેપારીઓએ આ સ્ટોક રૂ. 467ના સ્તરે વેચવો જોઈએ. જ્યારે સ્ટોપલોસ અંગે તેમણે કહ્યું છે કે તેમાં રૂ.474નો સ્ટોપલોસ રાખો. જ્યારે, ટાર્ગેટ ભાવ 455 પર રાખવાની સલાહ આપવામાં આવે છે.
BPCL, Nestle India અને NMDCને લઈને શું કહ્યું?
મનીકંટ્રોલના આ રિપોર્ટમાં BPCL, Nestle India અને NMDC પર પણ વાત કરવામાં આવી છે. એક્સપર્ટ્સે આ શેરો પર પણ એસટીબીટી કોલ આપતા વેચવાની સલાહ આપવામાં આવે છે. BPCL વિશે પ્રભુદાસ લીલાધરની શિલ્પા રાઉતે 298 ના સ્તરે વેચવાની સલાહ આપી છે. જ્યારે, બજાર નિષ્ણાત માનસ જયસ્વાલે નેસ્લે ઈન્ડિયાને લઈને સલાહ આપી છે કે રોકાણકારોએ તેને 2181 રૂપિયાના સ્તરે વેચવું જોઈએ.
તેના સાથે જ ટાર્ગેટ પ્રાઈસ 2155 અને સ્ટોપલોસ 2190 રાખવાની સલાહ આપી છે. અરિહંત કેપિટલની કવિતા જૈને NMDC વિશે જણાવ્યું છે કે વેપારીઓએ રૂ.219ના સ્તરે વેચાણ કરવું જોઈએ. જ્યારે, સ્ટોપલોસ 224 પર રાખવાની સલાહ છે. જ્યારે ટાર્ગેટ અંગે એક્સપર્ટ કવિતા જૈને કહ્યું છે કે તેને 213 થી 210 રૂપિયાની વચ્ચે રાખવો જોઈએ.
ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Zee News કોઈપણ વ્યક્તિને રૂપિયા લગાવવાની અહીં ક્યારેય પણ સલાહ આપતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે