નવી દિલ્હી: 'વિનાયકી'ના મોત પર સવાલ ઉઠાવાના કારણે ભાજપના સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi) સામે FIR દાખલ કરવામાં આવી છે. આ FIR કેરળમાં નોંધવામાં આવી છે. મેનકા ગાંધીએ કેરળ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને 'વિનાયકી'ના મોત અંગે નિવેદન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગર્ભવતી હાથણી વિનાયકીની દર્દનાક વાર્તા! પ્રત્યક્ષદર્શીઓએ Zee News પર જણાવી સમગ્ર ઘટના


મેનકાએ વિનાયકીના મોતને હત્યા ગણાવી હતી અને કહ્યું કે મલ્લપુરમ આવી ઘટનાઓ માટે કુખ્યાત છે. આ સાથે મેનકા ગાંધીએ કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે વન સચિવને હટાવવામાં આવે. વન્યપ્રાણી સંરક્ષણ મંત્રીએ પણ રાજીનામું આપવું જોઈએ. રાહુલ ગાંધી તે ક્ષેત્રના છે, તેમણે કાર્યવાહી કેમ કરી નહીં?


આ પણ વાંચો:- #VinayakiKeSathDesh: પલક્કડ અને મલ્લપુરમની લડાઈમાં ગૂંચવાઈ 'વિનાયકી', કેમ થઈ રહ્યું છે ધાર્મિક વિભાજન?


'વિનાયકી' ના મોત અંગે મેનકા ગાંધીએ કહ્યું હતું કે 'આ હત્યા છે, મલ્લપુરમ આવી ઘટનાઓ માટે કુખ્યાત છે. તે દેશનું સૌથી હિંસક રાજ્ય છે. અહીં લોકો રસ્તાઓ પર ઝેર ફેંકી દે છે, જેથી 300 થી 400 પક્ષીઓ અને કૂતરા એક સાથે મૃત્યુ પામે. કેરળમાં દર ત્રીજા દિવસે એક હાથીની હત્યા કરવામાં આવે છે. મલ્લપુરમ કેસમાં કેરળ સરકારે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એવું લાગે છે કે તેઓ ડરી ગયા છે. ભારતમાં હાથીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. હવે તેમની સંખ્યા ઘટીને 20,000થી ઓછી થઈ ગઈ છે.


આ પણ વાંચો:- EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા


તમને જણાવી દઈએ કે મલ્લપુરમ માં, એક ગર્ભવતી હાથણી 'વિનાયકી' ને ગયા અઠવાડિયે ફટાકડાથી ભરેલ અનાનસ ખવડાવામાં આવ્યું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube