#VinayakiKeSathDesh: પલક્કડ અને મલ્લપુરમની લડાઈમાં ગૂંચવાઈ 'વિનાયકી', કેમ થઈ રહ્યું છે ધાર્મિક વિભાજન?

વિનાયકીને લઇને ZEE NEWSનું અભિયાન રંગ લાવ્યું છે. તમારી અને અમારી લડત કામ લાગી છે. આ મામલે કાર્યવાહી થઈ. ZEE NEWSના અભિયાન બાદ વિનાયકીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના વન મંત્રીએ આપી. આ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. ગુરૂવારના ZEE NEWSએ જેવો વિનાયકી માટે અવાજ ઉઠાવ્યો, કેરળ સરકાર પર દબાણ બન્યું અને તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી.

#VinayakiKeSathDesh: પલક્કડ અને મલ્લપુરમની લડાઈમાં ગૂંચવાઈ 'વિનાયકી', કેમ થઈ રહ્યું છે ધાર્મિક વિભાજન?

નવી દિલ્હી: વિનાયકીને લઇને ZEE NEWSનું અભિયાન રંગ લાવ્યું છે. તમારી અને અમારી લડત કામ લાગી છે. આ મામલે કાર્યવાહી થઈ. ZEE NEWSના અભિયાન બાદ વિનાયકીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના વન મંત્રીએ આપી. આ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. ગુરૂવારના ZEE NEWSએ જેવો વિનાયકી માટે અવાજ ઉઠાવ્યો, કેરળ સરકાર પર દબાણ બન્યું અને તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી.

હથણીને ન્યાય અપાવવા માટે ZEE NEWSએ ગુરુવારે #JusticeForVinayaki અભિયાન ચલાવ્યું હતું, ત્યારબાદ કેરળ સરકાર કાર્યવાહી કરવા પર મજબૂર થઈ.

વિનાયકીને ન્યાય અપાવવા માટે અમારું અભિયાન સતત ચાલી રહ્યું છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો. અમને #VinayakiKeSathDesh પર ટ્વિટ કરો.

...તો જીવતી હોત 'વિનાયકી'
પલક્કડથી ZEE NEWSનું દેશને જાગૃત કરતું સત્ય

  1. વિનાયકીને બચાવવા વન વિભાગ, પ્રશાસન, કેરળ સરકારની બેદરકારી.
  2. વન વિભાગે 'વિનાયકી'ને નદીમાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો.
  3. 'વિનાયકી'ને ભગાડવા માટે નદીની બહાર આગ લગાડવી, ઘંટ વાગાડવામાં આવ્યો.
  4. વન વિભાગ દ્વારા બોલાવવામાં આવેલા વેટરનરી ડોક્ટર ઇલાજ કરી શક્યા નહીં.
  5. વિનાયકી નદીમાંથી ભાગી ન શકે તે માટે વનવિભાગે ચારે બાજુથી બંધ કર્યું હતું.
  6. 25 મેથી 27 મે દરમિયાન વનવિભાગ વિનાયકીની સારવાર કરવામાં નિષ્ફળ ગયું.
  7. ધરપકડ કરેલા આરોપી વિન્સેંટ થોડા વર્ષો પહેલા પલક્કડમાં રહેવા આવ્યો હતો.
  8. પલક્કડ અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં દાણચોરી થયા છે.
  9. જે ખેતરમાંથી વિનાયકીએ ફટાકડાથી ભરેલું અનાનસ ખાધુ, તે ખેતરનો માલીક ફરાર
  10. 'વિનાયકી' ના મોત બાદ એક સ્થાનિક યુવકે તેને નદીમાંથી બહાર કાઢી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news