નોઈડા: મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, કાચ તોડીને દર્દીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યાં છે
નોઈડાની સેક્ટર 12માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગ હોસ્પિટલની ઈમારતની બીજા માળે લાગી છે. હોસ્પિટલમાં હાલ અફરાતફરીનો માહોલ છે. પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. કહેવાય છે કે હોસ્પિટલમાં અનેક લોકો ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્ય પૂર જોશમાં શરૂ કરાયુ છે.
નોઈડા: નોઈડાની સેક્ટર 11માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગ હોસ્પિટલની ઈમારતની બીજા માળે લાગી છે. હોસ્પિટલમાં હાલ અફરાતફરીનો માહોલ છે. પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે. કહેવાય છે કે હોસ્પિટલમાં અનેક લોકો ફસાયેલા છે. રાહત અને બચાવ કાર્ય પૂર જોશમાં શરૂ કરાયુ છે. આગ કઈ રીતે લાગી તે અંગે કારણ જાણવા મળ્યું નથી. કેટલું નુકસાન થયું છે તે પણ ખબર નથી.
કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યાં દર્દીઓને
મળતી માહિતી મુજબ હોસ્પિટલની ઈમારતમાં આગ લાગ્યા બાદ ત્યાં હાજર દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ. ફાયરના કર્મચારીઓ હોસ્પિટલના કાચ તોડીને દર્દીઓને બહાર કાઢી રહ્યાં છે. આ ઘટનામાં હજુ કોઈ જાનહાનિ થઈ હોય તેવા અહેવાલ આવ્યાં નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...