ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે 100થી વધુ લોકો ત્યાં હાજર હતા. અચાનક આગ લાગી અને અફરાતફરી મચી ગઈ. દસ જ મિનિટમાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. આ અકસ્માતમાં 5 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માહિતી ડીએમ ગૌરાંગ રાઠીએ આપી. તેમણે જણાવ્યું કે મૃતકોમાં 10 અને 12 વર્ષના બાળકો અને 45 વર્ષની એક મહિલા પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભદોહીના ડીએમએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ લોકો 30થી 40 ટકા જેટલું દાઝી ગયા છે. ઝી મીડિયાના પત્રકારના જણાવ્યાં મુજબ જે સમયે પંડાલમાં આગ લાગી ત્યારે લગભગ 150થી વધુ લોકોની ભીડ ભેગી થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ કાર્યક્રમ સ્થળે અચાનક આગ લાગી અને જોત જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પંડાલમાં ભાગદોડ મચી ગઈ. આગમાં કુલ 64 જેટલા લોકો દાઝી ગયા. 


ઔરાઈ સ્થિત નારથુઆ ગામમાં શિવ મંદિર પાસે પોખરા (તળાવ) પર દર વર્ષની જેમ આ વર્ષે પણ દુર્ગા પૂજા પંડાલ સ્થાપિત કરાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ પૂજા પંડાલને કાગળ અને થર્મોકોલથી ગુફા જેવો બનાવવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને તે સમયે અચાનક પંડાલના પડદામાં આગ લાગી ગઈ. લોકો કઈ સમજે ત્યાં સુધીમાં તો જોત જોતામાં આખો પંડાલ બળીને ખાખ થઈ ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube