Mumbai: બિલ્ડિંગના 18માં માળે લાગી ભીષણ આગ, 7 લોકોના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
Massive Fire In Mumbai Building: કમલા બિલ્ડિંગમાં લાગેલી આગની ઝપેટમાં અનેક લોકો આવી ગયા છે. આગને કારણે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈમાં (Mumbai) એક 20 માળની બિલ્ડિંગમાં ભયાનક આગ (Massive Fire) લાગી છે. આ દુર્ઘટના મુંબઈના તાડદેવ વિસ્તારમાં થઈ છે. કમલા બિલ્ડિંગના 18માં માળે આગ લાગી છે. આ આગ લેવલ 3ની છે. દુર્ઘટનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આજે સવારે 7 કલાક આસપાસ અહીં આગ લાગી હતી.
ફાયર બ્રિગેડે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
મહત્વનું છે કે આગ લાગવાના સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સમયે ત્યાં 21 ફાયરની ગાડીઓ હાજર છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
કોરોનાથી સામાન્ય રાહત, છેલ્લા 24 કલાકમાં 3.37 લાખ કેસ નોંધાયા, ઓમિક્રોનની સંખ્યા 10 હજારને પાર
ઘટનાસ્થળે પહોંચ્યા મેયર
મહત્વનું છે કે દુર્ઘટનાના સમાચાર મળતા મુંબઈના મેયર કિશોરી પેડનેકર પણ પહોંચી ગયા છે. તેમણે હાજર અધિકારીઓ પાસે માહિતી મેળવી છે. ત્યારબાદ મેયર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. બિલ્ડિંગમાં ફસાયેલા મોટા ભાગના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડે જણાવ્યું પ્રમાણે આગામી 3થી 6 કલાકમાં માહિતી મળશે કે દુર્ઘટનામાં કેટલા લોકોના મૃત્યુ થયા અને કેટલા લોકોને ઈજા પહોંચી છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube