ધુમાડો ધુમાડો થયો અવધ આસામ એક્સપ્રેસનો AC કોચ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ
Muzaffarpur News: ધુમાડો જોઈને એક મુસાફરે પોતાની સૂઝબૂઝથી રામદયાલુ સ્ટેશન પાસે ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી. આ પછી રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા.
Muzaffarpur News: બુધવારે સાંજે અવધ આસામ એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા બચી ગઈ હતી. બી-2 એસી કોચ અચાનક ધુમાડો ધુમાડો થઈ ગયો હતો જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. લાંબા સમય સુધી અફરાતફરી મચી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પોતાની સમજણથી રામદયાલુ સ્ટેશનની પાસે ટ્રેનની ચેઈન ખેંચી લીધી હતી. આ પછી ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો કૂદીને ભાગવા લાગ્યા હતા. 15909 અવધ આસામ એક્સપ્રેસ ડિબ્રુગઢથી લાલગઢ જઈ રહી હતી. થોડા સમય માટે આગ લાગવાની અફવા પણ ફેલાઈ હતી.
એસી કોચમાં ધુમાડો જોઈને મુસાફરો ડરી ગયા હતા. ટ્રેન રોકાયા પછી મુસાફરો એક પછી એક દોડવા લાગ્યા હતા. આ ઘટના સાંજની છે. ટ્રેનને મુઝફ્ફરપુરથી સાંજે 6.30 વાગ્યાની આસપાસ રવાના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ કારણસર એસી બોગીનું વ્હીલ જામ થઈ ગયું હતું જેના કારણે ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી લોકોને લાગ્યું કે ટ્રેનમાં આગ લાગી છે આ પછી હોબાળો મચી ગયો હતો.
આ પણ વાંચો
ગુજરાત સરકાર સામે બિલ્ડરો અને એસ્ટેટગ્રુપ બાથ ભીડવા તૈયાર! લીધો મોટો નિર્ણય
કેરલના ટ્રાન્સ કપલે આપ્યો બાળકને જન્મ, દેશમાં પ્રથમવાર બની આવી ઘટના!
એક મુસાફરે આ ઘટના વિશે જણાવ્યું. મુસાફરે જણાવ્યું કે તમામ લોકો ટ્રેનમાં હતા. દરમિયાન વ્હીલમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. આ જોઈને ટ્રેનમાં બેઠેલા લોકો અવાજ કરવા લાગ્યા. ટ્રેનની ચેઈન ખેંચ્યા બાદ કેટલાક લોકો નીચે ઉતરીને જોવા લાગ્યા હતા. આ પછી પણ એસી કોચ બી-2ના વ્હીલમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો. જાણકારી બાદ ટ્રેનના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. ટ્રેન લગભગ એક કલાક અને 23 મિનિટ સુધી રામદયાલુ સ્ટેશન પર રોકાઈ હતી. મુઝફ્ફરપુરથી નીકળ્યા બાદ અચાનક આ ઘટના બની હતી.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? પરસેવો છોડાવી દે તેવી અંબાલાલ પટેલની 'ઘાતક' આગાહી
ગુજરાત સહિત આ રાજ્યોમાં વિનાશકારી ભૂકંપનો ખતરો, જોવા મળશે તુર્કી-સીરિયા જેવી તબાહી!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube