શ્રીનગર : પાકિસ્તાન બોર્ડર પર સતત સંઘર્ષવિરામનં ઉલ્લંઘન કરી રહ્યું છે. ગત રાતે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના આર.એસ. પુરા સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)નો એક જવાન શહિદ થઈ ગયો હતો. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી આખી રાત ફાયરિંગ થતું હતું. આ વખતે પાકિસ્તાન રેન્જર્સે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા જેમાં 2 નાગરિકો પણ ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક મામલે આજે થશે આર કે પાર? 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી


પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગને જોઈને અરનિયામાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. પ્રશાસને બોર્ડર પર આવેલા આ વિસ્તારની તમામ સ્કૂલો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. 




આ પહેલાં જમ્મુ-કાશ્મીરના સાંબ જિલ્લામાં 17મેના દિવસે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પણ બીએસએફના એક જવાનનું મૃત્યુ થઈ ગયું હતું. પાકિસ્તાની રેન્જર્સે કોઈ કારણ વગર સાંબા અને હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ કર્યો અને સીમા પર આવેલા થાણાઓને ટાર્ગેટ કર્યા હતા. 


આ પહેલાં 15 મેના દિવસે પણ સાંબામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાનના ફાયરિંગમાં બીએસએફનો એક કોન્સ્ટેબલ શહિદ થઈ ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના દિવસે કાશ્મીરની મુલાકાત લેવાના છે અને એના બે દિવસ પહેલાં જ આ સ્થિતિ સર્જાઈ છે.