નવી દિલ્હી : રાજનીતિક આરોપ પ્રત્યારોપ વચ્ચે સપ્ટેમ્બરમાં દેશને પ્રથમ રાફેલ જેટ મળી જશે. ભારતીય વાયુ સેના જ્યાં તેનું ખુબ જ આતુરતાથી રાહ જોઇ રહી છે ત્યાં બીજી તરફ રાફેલને મુકવા માટેના હેંગરનુ કામ હજી સુધી પુર્ણ થઇ શક્યું નથી. હરિયાણાના અંબાલામાં અને પશ્ચિમ બંગાળના હાશિમારા એરફોર્સ સ્ટેશનમાં આ હેંગર અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જો કે કોન્ટ્રાક્ટર્સનું પેમેન્ટ પુર્ણ નહી મળવાનાં કારણે છેલ્લા છ મહિનાથી તેનું કામ ખુબ જ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. જે હવે અટકવાની અણી સુધી પહોંચી ચુક્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં હેંગરનું કામ માત્ર 40 ટકા જેટલું જ થયું છે. જ્યારે માર્ચ સુધીમાં તો આ હેંગર પુર્ણ કરવાનું લક્ષ્યાંક હતું. કોન્ટ્રાક્ટર્સને પેમેન્ટ નહી મળવાનાં કારણે અનેક એરફોર્સ સ્ટેશનનાં રનવેનું કામ પણ અટકેલું છે. સાથે જ જમ્મુ કાશ્મીરમાં સૈનિકોના રહેવા માટે બની રહેલા મકાનોનું કામ પણ અટકેલું છે. મિલિટરી એન્જિનિયર્સ સર્વિસ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MES BSI)નું કહેવું છે કે સમગ્ર દેશમાં કોન્ટ્રાક્ટર્સનાં આશરે 2000 કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી છે. જેનાં કારણે અનેક સ્થળો પર કામ અટકેલા છે. અને અનેક સ્થળો પર કામ અટકવાની અણી પર છે. 

રાફેલ હેંગર પર કામ અટક્યું.
એરફોર્સ અંબાલા અને હાશિમારા એરફોર્સ સ્ટેશન રાફેલની રાહ જોઇ રહ્યા છે. જેના માટે અંબાલા અને હાશિમારા સ્ટેશનમાં તેના માટે હેંગર તૈયાર કરવાનં આવવાના હતા. સાથે જ એપ્રોચ રોડનું કામ પણ થવાનું હતું. જો કે બાકી પેમેન્ટ નહી મળવાનાં કારણે કામ ધીમુ પડી ગયું છે. હજી સુધી માત્ર 40 ટકા જેટલું જ કામ થઇ શક્યું છે. સમગ્ર દેશમાં ડિફેન્સ એસ્ટાબ્લીશન મેન્ટ છે. ત્યાં એમઇએસ બીએસઆઇની બ્રાંચ છે. આપણા દેશમાં કુલ 73 બ્રાંચ છે. જેમાં 10 હજાર કરતા વધારે કોન્ટ્રાક્ટર્સ છે. તેમણે કહ્યું કે, આજ સુધી ક્યારે પણ નાણાની સમસ્યા નથી થઇ પરંતુ નવેમ્બર, 2017 બાદથી સમસ્યા પેદા થઇ છે જે હવે વિકરાળ બની ગઇ છે. તેમણે જણાવ્યું કે, આ ફંડ નહી હોવાનાં કારણે કાશ્મીરમાં સૈનિકોનાં રહેવા માટેનાં ક્વાર્ટર્સનું કામ પણ અટકી ગયું છે. આ ઉપરાંત વિવિધ કોન્ટ્રાક્ટર્સનાં 2000 કરોડ રૂપિયાની ચુકવણી બાકી છે.