નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. સરકારના બીજા કાર્યકાળના બીજા વર્ષની આ પ્રથમ બેઠક છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, બેઠકમાં કિસાનો, એમએસએમઈને લઈને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જાવડેકરે કહ્યુ કે, મજબૂત અને મહત્વપૂર્ણ ભારતના નિર્માણમાં એમએસએમઈની મોટી ભૂમિકા છે. કોવિડને જોતા આ સેક્ટર માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. તેના તાત્કાલિક લાગૂ કરવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં જાવડેકરે જણાવ્યું કે, એમએસએમઈની મર્યાદા 25 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. ભારત સરકારે એમએસએમઈની પરિભાષાને સંશોધિત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમએસએમઈના કારોબારની મર્યાદા 5 કરોડની કરવામાં આવી છે. આજની બેઠકમાં જે નિર્ણયો લેવામાં આવ્યા તેનાથી રોજગાર વધારવામાં મદદ મળશે. દેશમાં 6 કરોડથી વધુ એમએસએમઈની મહત્વની ભૂમિકા છે. લોકો પોતાના કામને સારી રીતે કરી શકે, તે માટે સરકારે મોટા નિર્ણયો લીધા છે. એમએસએમઈને લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમએસએમઈ માટે 20 હજાર કરોડ રૂપિયાની લોન આપવાની જોગવાઈ છે. સલૂન, પાનની દુકાન અને મોચીને પણ આ યોજનાથી લાભ થશે. સરકાર વ્યવસાયને સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. એમએસએમઈને લોન આપવા માટે 3 લાખ કરોડની યોજના છે. નાનો ધંધો કરતા લોકો માટે પણ લોનની યોજના બનાવી છે. રસ્તાઓ પર વ્યાપાર કરનારને 10  હજારની લોન મળશે. 


સરકાર 10 હજાર કરોડના શરૂઆતી યોગદાનથી 50,000 કરોડ રૂપિયાનું ફંડ ઓફ ફંડ બનાવશે. ઝડપથી વધતી  msme, સારૂ પ્રદર્શન કરતી  msmeને આ ફંડ દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. સારા પ્રદર્શન વાળા  msmeને આર્થિક મદદ મળવાની સાથે શેર માર્કેટમાં લિસ્ટિંગ થઈ શકે અને  msme મોટા ઉદ્યોગના રૂપમાં વિકસિત થઈ શકે. 


જાવડેકરે જણાવ્યુ, પીએમ કિસાન યોજનાથી કરોડો કિસાનોની મદદ કરવામાં આવી છે. એમએસપીની દોઢ ગણું આપશે સરકાર. કિસાનો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કિસાનોને લોનના વ્યાજમાં છૂટ મળશે. 14 પાકને 50થી 83 ટકાથી વધુ ભાવ મળશે. 


કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યુ કે, આ વર્ષે પડકાર છતાં બમ્પર પાક થયો છે. ઘઉંની 360 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ ચુકી છે. ધાનની ખરીદ 3 લાખ 95 હજાર ટન થઈ છે. કઠોળ અને તેલીબિયાંની ખરીદી ચાલી રહી છે અત્યાર સુધી 16 લાખ મેટ્રિક ટનથી ઉપર છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર