ભારતના આ રાજ્યમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ, અત્યાર સુધી 2212 લોકો થયા સાજા
મિઝોરમમાં બુધવારે કોરોના વાયરસને કારણે પ્રથમ મૃત્યુ થયું છે. આ અત્યાર સુધી એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં સંક્રમણને કારણે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો ન હતો.
આઇઝોલઃ મિઝોરમ (Mizoram)મા બુધવારે કોરોના વાયરસ (Corona Virus)ને લીધે પ્રથમ મૃત્યુ થયું છે. આ અત્યાર સુધી એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં સંક્રમણને કારણે કોઈએ જીવ ગુમાવ્યો નહતો. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, 62 વર્ષીય વ્યક્તિએ આઇઝોલની પાસે એક હોસ્પિટલમાં સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે.
હોસ્પિટલના સ્વાસ્થ્ય અધિકારી ડો એચસી લાલડિનાએ પીટીઆઈ-ભાષાને જણાવ્યુ કે દર્દીની સરકારી જોરામ મેડિકલ કોલેજમાં 10 દિવસથી સારવાર ચાલી રહી હતી. તેમણે જણાવ્યું કે, આઇઝોલના રહેવાસી દર્દીને દિલ સંબંધી બીમારી હતી. મિઝોરમમાં સંક્રમણનો પ્રથમ કેસ 24 માર્ચે નોંધાયો હતો. રાજ્યમાં 26 ઓક્ટોબરથી 'કોવિડ-19 સહનશીલ નહીં પખવાડું' ચાલી રહ્યું છે જ્યારે આઇઝોલના કોર્પોરેશન વિસ્તારમાં સ્થાનીક રીતે સંક્રમણના કેસ રોકવા માટે લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
Covid-19 Vaccine : જલદી લોન્ચ થઈ શકે છે કોરોના વેક્સિન, મોર્ડના ઇંકે આપ્યો મોટો સંકેત
રાજ્યવ્યાપી અભિયાન નવ નવેમ્બર સુધી ચાલશે, જ્યારે આઇઝોલથી ત્રણ નવેમ્બરે સવારે સાડા ચાર કલાકે લૉકડાઉન સમાપ્ત થવાનું છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, એક ઓક્ટોબરથી કોવિડ-19ના 34 ટકા દર્દીઓ એવા હતા જેમાં કોઈ લક્ષણ નહતા. મિઝોરમમાં બુધવારે કોરોના વાયરસના નવા 80 કેસ સામે આવ્યા છે. તેમાં 27 શાળાના વિદ્યાર્થીઓ અને 11 સૈન્ય કર્મી સામેલ છે. ત્યારબાદ કુલ કેસની સંખ્યા 2607 પર પહોંચી ગઈ છે. જેમાં 2212 દર્દીઓ અત્યાર સુધી સાજા થઈ ગયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube