જમ્મુ કાશ્મીરમાં ISIS ની દસ્તક : સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર, SOG જવાન શહીદ
![જમ્મુ કાશ્મીરમાં ISIS ની દસ્તક : સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર, SOG જવાન શહીદ જમ્મુ કાશ્મીરમાં ISIS ની દસ્તક : સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર, SOG જવાન શહીદ](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2018/06/22/174486-248295-isis-encounter.jpg?itok=jhzTQdEL)
આતંકવાદી સંગઠન ISIS હિજબુલ મુજાહીદ્દીન જેવા અન્ય આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરની ધરતીને નિર્દોષોના લોહીથી રક્તરંજિત કરવા માટે આઇએસઆઇએસ આતંકીઓ ઘાટીમાં દસ્તક આપી રહ્યા છે. ISISના આતંકીઓએ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી હિજબુલ મુજાહીદ્દીન જેવા આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં આતંકની મોટી ઘટનાઓને અંજામ આપવા માટે ફિરાકમાં છે. જોકે આ આતંકીઓ પોતાના મનસુબામાં સફળ થાય એ પહેલા જ સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. જોકે આ ઓપરેશનમાં એક જવાન શહીદ થયા છે.
કાશ્મીરમાં હવે આતંકીઓના માથે ભમતું મોત, પોલીસમાં આવશે 'એનએસજીનું દિમાગ'
આઇએસઆઇએસના આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં લોહીની નદીઓ વહાવવાની ફિરાકમાં હતા. આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. જોકે સુરક્ષા જવાનોને એની બાતમી મળતાં આ આતંકીઓને અનંતનાગ જિલ્લામાં શ્રીગુફવારા વિસ્તારમાં પડકાર્યા હતા. સટીક ઓપરેશનને પગલે આતંકીઓને શુક્રવારે સવારે ચારે બાજુથી ઘેરા લેવાયા હતા અને સરેન્ડર કરવા કહેવાયું હતું.
દેશના અન્ય સમાચાર જાણવા, ક્લિક કરો