નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેની વિચારધારા અંગે ખોટી ધારણાઓને સ્પષ્ટ કરવા માટે પહેલીવાર સંઘ પ્રમુખ મોહન ભાગવત આ મહિને વિદેશી મીડિયા સાથે વાતચીત કરશે. સુત્રો અનુસાર સંઘ પહેલીવાર આ પગલું ઉઠાવવા જઇ રહ્યું છે. બેઠકનો સમન્વય કરી રહેલા સંઘના એક પદાધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન સિવાય અલગ અલગ દેશોનાં 70 વિદેશી મીડિયા સંગઠનો આ આશયથી નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પોતાની દરેક સભામાં આરએસએસની ટીકા કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશ સરકારે ચાલુ કરી આઉટલેટ પર ચિકન અને દુધ વેચવાની યોજના, BJP નો વિરોધ
આરએસએસનાં પદાધિકારીઓએ કહ્યું કે, આ બ્રીફિંગનો ઉદ્દેશ્ય અલગ મુદ્દાઓ પર સંઘના દ્રષ્ટીકોણ રાખવાની સાતે જ સંગઠન મુદ્દે વર્ષોથી વિકસિત થયેલા ખોટા ખ્યાલોને દુર કરવાનો છે. સંઘનાં એક અન્ય પદાધિકારીએ કહ્યું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘ અને તેની વિચારધારા અંગે ખોટી ધારણાઓને દુર કરવાનો છે. તેમણે કહ્યું કે, આ ભાગવત દ્વારા એક અનૌપચારિક બેઠક હશે જેના પ્રકાશન કે પ્રસારણની પરવાનગી નહી હોય.


હિંદી દિવસ: અસુદ્દીનનાં ટ્વીટનો જવાબ, ગિરિરાજ સિંહે આપ્યો સણસણતો જવાબ
પાક. દ્વારા સતત સીઝફાયરનુ ઉલ્લંઘન, મંઝાકોટ સેક્ટરમાં બંધ કરાવાઇ શાળા
સુત્રો અનુસાર આ સંઘ દ્વારાવિદેશી મીડિયા સાથે પોતાની સાથેનો આ પહેલો સંવાદ હશે. કાર્યક્રમ સાથે જોડાયેલા એક પદાધિકારીએ કહ્યું કે, બેઠકની શરૂઆતમાં મોહન ભાગવતનું ઉદ્ધાટન ભાષણ તશે અને ત્યાર બાદ તેની સાથે સવાલ જવાબનું સત્ર યોજાશે. સંઘ પ્રચાર વિભાગ આ બેઠક માટે સમન્વય કરી રહ્યું છે અને તેનું આયોજન અહીં આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કરવામાં આવશે.