પશ્વિમ બંગાળની ચૂંટણીમાં ફાઇવ `M`ફેક્ટર, જાણો કેવી રીતે બદલાશે ગણિત
પશ્વિમ બંગાળની ચૂંટણીમાં પાંચ `M` ફેક્ટર પર યોજાયેલી ચૂંટણીના પરિણામોની બધા રાહ જોઇ રહ્યા છે. આ પાંચ એમ છે- મમતા, મોદી, મહિલા, મુસ્લિમ અને મતુઆ વોટર. માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામને આ ફેક્ટર પ્રભાવિત કરશે.
નવી દિલ્હી: પશ્વિમ બંગાળની ચૂંટણીમાં પાંચ 'M' ફેક્ટર પર યોજાયેલી ચૂંટણીના પરિણામોની બધા રાહ જોઇ રહ્યા છે. આ પાંચ એમ છે- મમતા, મોદી, મહિલા, મુસ્લિમ અને મતુઆ વોટર. માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામને આ ફેક્ટર પ્રભાવિત કરશે.
મતુઆ વોટ ભાજપને કેટલો પડ્યો છે. મહિલાઓનું વલણ ભાજપ તરફ કેમ રહ્યું. સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે, તો ભાજપને મહિલા વોટ વધુ પડે છે, તો આ કંડીશનમાં ભાજપનો આંકડો ચોંકાવનારો રહેશે. તો બીજી તરફ મહિલા વોટ જો મમતા તરફ જતા રહે છે અને મુસ્લિમ વોટ એકજુટ થઇ જાય છે, તો મમતા બેનર્જીને ફાયદો થશે.
પરંતુ એ વાત જરૂરી છે, કે પશ્વિમ બંગાળમાં ભાજપે ટીએમસીના મૂળિયા હલાવી દીધા છે. ત્રિપુરાની જીત બાદ અમિત શાહે કહ્યું હતું, કે ભાજપનો સ્વર્ણિમ કાળ ત્યારે આવશે, જ્યારે પશ્વિમ બંગાળ, કેરલ અને ઓડિશામાં ભાજપ સરકાર બનાવશે.
જો આજે બંગાળમાં ભાજપની જીત થાય છે, તો આ ભાજપના સ્વર્ણિમ કાળ તરફ પ્રથમ કદમ હશે. હાલ બંગાળની ચૂંટણી પર તમામની નજર છે. શરૂઆતી ટ્રેંડમાં ભાજપ માટે સકારાત્મક આંકડા સામે આવ્યા છે.
તમને જણાવી દઇએ કે સૌથી વધુ નજર બંગાળ પર છે. એક્ઝિટ પોલના અનુમાનો પર નજર કરીએ તો બંગાળમાં ભાજપ કાંટાની ટક્કર આપતી જોવા મળી રહી છે, જ્યારે અસમમાં તેમની સરકાર બનતી જોવા મળી રહી છે. અસમમાં પહેલાં જ ભાજપની સરકાર છે, પરંતુ બંગાળમાં ભાજપનું ઘણુ બધુ દાવ પર લાગ્યું છે.
બીજી તરફ કેરલમાં ભાજપનો કોઇ આધાર જોવા મળી રહ્યો છે અને તમિલનાડુની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં અહીં પણ ભાજપ ગઠબંધન સત્તાથી દૂર જતી જોવા મળી રહી છે. જોકે કેંદ્ર શાસિત પ્રદેશ પોડેંચેરીમાં એનડીએની વાપસીના અણસાર છે. આ પાંચ રાજ્યોમાં રાજકીય દ્વષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ બંગાળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube