Assembly Elections 2021: Tamil Nadu ની જનતા ઇચ્છે છે પરિવર્તન, શરૂઆતી ટ્રેંડમાં DMK એ AIADMK ને આપી માત
રાજ્યમાં વોટોની ગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી મળેલા ટ્રેંડ અનુસાર ડીએમકે+129 અને સત્તારૂઢ એઆઇએડીએમકે+ (AIADMK) 98 પર આગળ છે.
Trending Photos
ચેન્નઇ: તમિલનાડુ (Tamil Nadu) માં સત્તાની લડાઇમાં ડીએમકે (DMK) આગળ નિકળતી જોવા મળી રહી છે. રાજ્યમા6 6 એપ્રિલના રોજ યોજાયેલી વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2021) ના પરિણામ સામે આવવા લાગ્યા છે. શરૂઆતી ટ્રેંડની વાત કરીએ તો તેમાં ડીએમકેએ સત્તારૂઢ એઆઇએડીએમકે (AIADMK) ને પાછળ છોડી દીધી છે. જોકે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થવામાં હજુ થોડો સમય લાગશે, પરંતુ ટ્રેંડ જનતાના બદલાતા મૂડના સંકેત જરૂર આપી રહ્યો છે.
આ ચાલી રહ્યા છે આગળ
રાજ્યમાં વોટોની ગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી મળેલા ટ્રેંડ અનુસાર ડીએમકે+129 અને સત્તારૂઢ એઆઇએડીએમકે+ (AIADMK) 98 પર આગળ છે. જ્યારે અન્યને એક સીટ પર બઢત છે. શરૂઆતી ટ્રેંડમાં સીએમ પલાની સ્વામી અને ડીએમકેના ઉદયનિધિ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડીએમકેના કદાવર નેતા એમકે સ્ટાલિન હજુ પણ પાછળ છે. સાંજ સુધી સમગ્ર પરિણામ આવવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે કોવિડ 19ના દિશાનિર્દેશોનું પાલન કરતાં વોટોની ગણતરી કરવામાં આવી રહે છે. એટલા માટે થોડો સમય વધુ લાગી શકે છે.
બહુમત માટે જોઇએ આટલી સીટો
તમિલનાડુમાં અભિનેતા-કમલ હસનની સામે મક્કલ નિધિ મૈયમ સહિત ચાર ગઠબંધન મેદાનમાં છે. જોકે મુખ્ય મુકાબલો સત્તારૂઢ અન્નાદ્રમુક અને મુખ્ય વિપક્ષી દ્રમુક વચ્ચે છે. મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી, ઉપમુખ્યમંત્રી ઓ. પન્નીસેલ્વમ, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિન, તેમના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન, અમ્મ્મા મક્કાલ મુનેત્ર કઝગમના પ્રમુખ ટીટીવી દિનાકરણ અને ભાજપની રાજ્ય એકમના પ્રમુખ એલ મુરૂગન સહિત લગભગ 4000 ઉમેદવારએ ચૂંટણીમાં પોતાની કિસ્મત અજવામી છે અને આજે તેમનઈ કિસ્મતનો ફેંસલો થશે. રાજ્યમાં કુલ 243 વિધાનસભા સીટો છે અને બહુમત માટે 118 સીટો જરૂરી છે.
આવું હતું ગત ચૂંટણીનું પરિણામ
તે પહેલાં, એક્ઝિટ પોલમાં પણ ડીએમકે શાનદાર પ્રદરશનની વાત કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે લગભગ 10 વર્ષથી સત્તાથી બહાર છે. એવામાં જો તેને જીત મળે છે તો આ તેના માટે સૌથી મોટી ખુશી હશે. ચૂંટણી પંચના અનુસાર 6.29 કરોડ મતદારોમાંથી 72.81 ટકા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2016ની ગત વિધાનસભા ચૂંટણીમાં એઆઇએડીએમકે (AIADMK) ને 136 સીટો મળી હતી જ્યારે વિપક્ષી ડીએમકેને 89 સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટીને 8 જ્યારે અન્યના ખાતામાં એક સીટ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે