રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે શનિવારે બપોર બાદ જવાનો અને નક્સલીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે 10 જેટલા સુરક્ષાકર્મી ઈજાગ્રસ્ત થયા છે. શહીદ થનારમાં DRG ના 4 અને CRPF નો એક જવાન સામેલ છે. 


નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબારી શરૂ કરીઃ પોલીસ મહાનિર્દેશક ડી.એમ. અવસ્થી
રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીએમ અવસ્થીએ જણાવ્યુ કે, બીજાપુર જિલ્લાના તર્રેમ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે કેટલાકને ઈજા પહોંચી છે. અવસ્થીએ જણાવ્યુ કે તર્રેમ ક્ષેત્રમાં સીઆરપીએફની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના જવાનોને નક્સલ વિરોધી અભિયાનમાં રવાના કરવામાં આવ્યા હતા. દળ જ્યારે ક્ષેત્રમાં હતું ત્યારે નક્સલીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી શરૂ કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube