મુંબઇ: માયાનગરી મુંબઇ (Mumbai)ના ધારાવી (Dharavi)માં લિફ્ટમાં થયેલા એક અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. જિલ્લા વહિવટી તંત્ર પાસેથી મળેલી જાણકારી અનુસાર દુર્ઘટના શનિવારે બપોરની છે. મોહમંદ હુજૈફા શેખ તે દરમિયાન પોતાના ભાઇ-બહેનો સાથે લિફ્ટમાં હાજર હતી. તે લિફ્ટમાં લગાવેલા લાકડાના દરવાજા અને બહારની ગ્રિલ વચ્ચે ફસાઇ ગયો અને અચાનક લિફ્ટ ઉપર તરફ આગળ વધી. આ ઘટનામાં તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસની તપાસ
બાળક લિફ્ટ વડે એપાર્ટમેન્ટના ચોથા માળે પોતાના ઘરે જઇ રહ્યું હતું. આ જાણકારી મુંબઇ પોલીસે રવિવારે આપી હતી. અકસ્માત બાદ સોસાયટીમાં માતમ પ્રસરી ગયો છે. પરિજનોએ માતમ મનાવી રહ્યો છે. સોસાયટીવાળા પીડિત પરિવારને સાંત્વન આપી રહ્યા છે. પોલીસે આ અકસ્માતને લઇને એફઆઇઆર નોંધી છે અને કેસની તપાસ કરી રહી છે. 


જુઓ વીડિયો


અધિકારીએ જણાવ્યું હતું કે એક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા. આ ઘટના ઘારાવીના પાલવાડીના કોઝી શેલ્ટર બિલ્ડીંગમાં બપોરે લગભગ 12:30 મિનિટે સામે આવી. 


અત્રે ઉલ્લેખનીય છે કે લિફ્ટમાં આ પ્રકારના અકસ્માતોમાં પહેલાં પણ ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બાળકો સાથે લિફ્ટમાં જતાં સાવધાન રહેવું જરૂરી છે. તો બીજી તરફ અકસ્માતોથી બચવા માટે બાળકોને એકલા લિફ્ટ પાસે જવા દેવા ન જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube