Heart Attack: મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી 5 વર્ષની બાળકી, હાર્ટ એટેક આવ્યો અને થયું મોત
Girl Died from Heart Attack: આ ઘટના મામલો અમરોહા જિલ્લાના હસનપુર કોતવાલી વિસ્તારના હાથિયાખેડા ગામનો છે. મહેશની 5 વર્ષની દીકરી મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહી હતી ત્યારે અચાનક તે બેહોશ થઈ ગઈ. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
લખનૌઃ Reasons of Heart Attack: છેલ્લા કેટલાક વર્ષોમાં, તમે આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં લોકો અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હોય. કોઈ ડાન્સ કરતી વખતે અચાનક મૃત્યુ પામ્યું તો કોઈએ જીમ કરતી વખતે જીવ ગુમાવ્યો. પરંતુ હવે હાર્ટ એટેકના કારણે 5 વર્ષની બાળકીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ હૃદયદ્રાવક મામલો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે. એક 5 વર્ષની છોકરી મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી. ત્યારબાદ હૃદય બંધ થવાથી તેમનું અવસાન થતાં પરિવાર તેમજ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ મામલો અમરોહા જિલ્લાના હસનપુર કોતવાલી વિસ્તારના હાથિયાખેડા ગામનો છે. મહેશની પાંચ વર્ષની બાળકી મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહી હતી, ત્યારે અચાનક બેભાન થઈ ગઈ. તેના પરિવારજનો તેને તત્કાલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી અને જણાવ્યું કે કાર્ટૂન જોવા સમયે તેને હાર્ટ એટેક આવ્યો જેના કારણે બાળકીનું મોત થયું છે. આ સમાચાર સાંભળીને પરિવારમાં હાહાકાર મચી ગયો હતો. તો ગામલોકોને આ સમાચાર મળ્યા તો દુખનો માહોલ જોવા મળ્યો હતો. આ સમાચાર સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ દેશ અને દુનિયામાંથી અનેક ભેટો પ્રભુ રામ માટે અયોધ્યા પહોંચી, તમે પણ જાણો
આવી ઘટના બની ચુકી છે
યુવતીઓમાં આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાનો આ લેટેસ્ટ મામલો છે. આ પહેલા પણ ઘણી નાની ઉંમરની યુવતીઓમાં હાર્ટ એટેકને કેસ સામે આવી ગયા છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં ઈન્દોરમાં એક 17 વર્ષીય છોકરીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. ચોંકાવનારી વાત છે કે પરિવારમાં કોઈ કાર્ડિએકની હિસ્ટ્રી નહોતી. રામબાલી નગરમાં રહેતી સંજના યાદવ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
આ સિવાય સપ્ટેમ્બર 2023માં 12 વર્ષની એક યુવતી કલાસરૂમમાં અચાનક પડી ગઈ અને કથિત રીતે હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. ધોરણ 8માં અભ્યાસ કરતી રિદ્ધી મેવાદા સ્કૂલના અંતિમ લેક્ચરમાં પડી ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ગયું હતું.