નવી દિલ્હી : CBI vs CBI વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઇ નિર્દેશક આલોક વર્માએ કહ્યું કે, સીબીઆઇ નિર્દેશકની નિયુક્તિ 2 વર્ષ માટે ફિક્સ હોય છે. તે અગાઉ તેમને બદલી શકાય નહી. બીજી તરફ સરકાર તરફથી હાજર એટોર્ની જનરલ કે.વેણુગોપાલે કહ્યું કે, સરકારની સૌથી મોટી ચિંતા સીબીઆઇમાં લોકોનાં વિશ્વાસને ટકાવી રાખવાની હતી. સીબીઆઇનાં બંન્ને મોટા અધિકારીઓ વચ્ચે ગંભીર ટક્કર ચાલી રહી હતી. માટે સરકારે દખલ કરવી પડી જેથી એજન્સીમાં લોકોનાં વિશ્વાસને યથાવત્ત જાળવી રાખી શકાય. આ મુદ્દે હવે આગામી સુનવણી 5 ડિસેમ્બરે થશે. 
CBI વિવાદ પર સુનાવણી કરતા ગુસ્સે થયા CJI, સીનિયર વકીલને પૂછ્યુ- સીલબંધ રિપોર્ટ કેવી રીતે લીક થયો?...

સુપ્રીમ કોર્ટે AGને પુછ્યું કેસ સીબીઆઇ ડાયરેક્ટરને રજા પર મોકલવાનાં નિર્ણય પહેલા રાકેશ અસ્થાનાના તેમના પર લાગેલા આરોપો અથવા કેબિનેટ સેક્રેટરીએ ધ્યાન આપ્યું. જે અંગે એટોર્ની જનરલે કહ્યું કે, સરકારે કોઇ A અથવા B (કોઇ વ્યક્તિ વિશેખ) સાથે કોઇ લેવાદેવા નથી. ટ્રાન્સફર કરવાનાં સવાલ અંગે તેમણે કહ્યું કે વર્મા દિલ્હીમાં છે. તેમને તમામ સુવિધાઓ યથાવત્ત મળી રહી છે. એવામાં તે કઇ રીતે કહી શકાય કે તેમનું ટ્રાન્સફર થયું છે. 
CBI ડાયરેક્ટર આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરી થશે સુનાવણી...
કેન્દ્ર સરકારની તરફથી સુનવણી દરમિયાન કહેવામાં આવ્યું કે 3 સભ્યોની કમિટીનું કામ સિલેક્શનનું હોય છે. જ્યારે એપોઇન્ટમેન્ટનું કામ સરકારનું હોય છે. એટલે કે બે અલગ અલગ કામ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, કમિટી પેનલ પસંદગી કરીને સરકારને મોકલે છે ત્યાર બાદ તેનું કામ ખતમ થઇ જાય છે. 
CBI વોરમાં હવે હરીભાઈ ચૌધરીની એન્ટ્રી, લાંચના આરોપ લાગનાર આ મંત્રી છે મોદીના ‘માનીતા’...
સીબીઆઇ vs બીઆઇ
સરકારની પ્રાથમિક ચિંતા હતી કે સીબીઆઇ પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઇ રહે. જે પ્રકારે સીબીઆઇનાં ઉચ્ચ અધિકારીઓ એક બીજાની વિરુદ્ઘ ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. તેના પરથી જનતામાં નકારાત્મક સંદેશ જઇ રહ્યા હતા. આ જ કારણ છે કે સરકારે જાહેર હિતમાં હસ્તક્ષેપ નહી કરવાનો નિર્ણય લીધો જેથી સીબીઆઇનો આત્મવિશ્વાસ જળવાઇ રહે.
CBIએ ડાયરેક્ટર આલોક વર્માના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે આવી શકે છે નિર્ણય...
આલોક વર્માએ આ મુદ્દે 5 ડિસેમ્બરે પણ સુનવણી ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે, અમે અત્યાર સુધી સીવીસી રિપોર્ટને પોતાની કાર્યવાહીનો હિસ્સો નથી બનાવ્યો. જો જરૂર પડી તો અમે સરકાર પાસેથી આ અંગે જવાબ માંગીશું.