મ્યુનિખથી બેંગકોક જઈ રહેલા વિમાનમાં પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝગડો, ફ્લાઈટનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ
પતિ-પત્ની વચ્ચે જ્યારે ઝગડો એટલો વધી ગયો કે પાયલટે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કર્યો. હવાઈ યાત્રા દરમિયાન આ ખુબ ચોંકાવનારો મામલો છે. દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ પહેલા પાકિસ્તાનમાં ઉતરવાની મંજૂરી માંગવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી ગ્રીન સિગ્નલ ન મળતા દિલ્હીમાં લેન્ડિંગ થયું હતું.
નવી દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચે ઝગડો... આ તો બરાબર છે પરંતુ ત્યારબાદ જે થયું તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પતિ-પત્ની વચ્ચે એવો ઝગડો થયો કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. મ્યુનિખથી બેંગકોક વચ્ચે ઉડાન ભરી રહેલી લુફ્થાંસાના એક વિમાનમાં સવાર પતિ-પત્ની વચ્ચે બબાલ દરમિયાન એવી નોબત આવી કે વિમાન દિલ્હી ડાયવર્ટ કરવું પડ્યું. લુફ્થાંસાની ઉડાન સંખ્યા એલએચ 772 ને સવારે 10.26 કલાકે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરવું પડ્યું હતું.
આ પહેલા વિમાનના પાયલટે એટીસીનો સંપર્ક કરી તેને સ્થિતિ અને સંભવિત તોફાની યાત્રી વિશે જાણકારી આપી. વિમાનમાં સવાર એક જર્મન વ્યક્તિ અને તેની થાઈ પત્ની વચ્ચે બહાલ થયા બાદ વિમાનની સ્થિતિ ખરાબ થઈ ત્યારબાદ તેણે આઈજીઆઈ એરપોર્ટ પર ઉતરવા માટે મંજૂરી માંગ જે આપવામાં આવી હતી.
આ પણ વાંચો- વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડનો કારોબાર
એક અધિકારીએ જણાવ્યું કે પત્નીએ પહેલા પોતાના પતિના વર્તન વિશે પાયલટને ફરિયાદ કરી અને કહ્યું કે તેને ધમકાવવામાં આવી રહી છે. દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે કઈ વાતને લઈને ઝગડો થયો તેને લઈને જાણકારી સામે આવી નથી. દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ પહેલા વિમાનના પાયલટ તરફથી પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ પાકિસ્તાને ઈનકાર કરી દીધો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે ચર્ચા થઈ રહી હતી જેણે ધીમે ધીમે ઝગડાનું રૂપ લઈ લીધુ. વધતા ઝગડા બાદ અંતે વિમાનના ક્રૂ મેમ્બર્સે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. અંતે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ થઈ અને લડી રહેલા વ્યક્તિને ઉતારી એરપોર્ટ સિક્યોરિટીના હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના પર હજુ સુધી એરલાયન્સ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube