Samosa Singh: વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડ પર પહોંચ્યો કારોબાર

Samosa Singh: બેંગલુરુનો એક યુવક, જે પ્રોફેશનલ અભ્યાસ પૂરો કરીને સારી નોકરી કરી રહ્યો હતો, તેણે નોકરી છોડીને સ્ટાર્ટઅપની દુનિયામાં પ્રવેશ કર્યો અને કર્ણાટકની રાજધાનીમાં સમોસા વેચવાનું શરૂ કર્યું.

Samosa Singh: વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડ પર પહોંચ્યો કારોબાર

નવી દિલ્હીઃ ભારત સ્ટાર્ટઅપનો દેશ છે અને દેશના ઘણા યુવા આ દિવસોમાં પોતાનું કામ શરૂ કરી નવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યાં છે. બેંગલુરૂના એક યુવા કપલે વર્ષ 2015માં પોતાની નોકરી છોડી ફૂડ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આ ફૂડ સ્ટાર્ટઅપનું નામ સમોસા સિંહ છ. આજે આ કારોબાર એટલો વધી ચૂક્યો છે કે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 45 કરોડને પાર પહોંચી ગયું છે. 

બેંગલુરૂનું ફૂડ સ્ટાર્ટઅપ સમોસા સિંહ દરરોજના 12 લાખ રૂપિયાનું વેચાણ કરે છે. દેશના ઘણા વિસ્તારમાં લોકોનો સાંજનો નાસ્તો સમોસા કોઈ વ્યક્તિને કરોડપતિ બનાવી શકે છે. અભ્યાસ કર્યા બાદ સારી નોકરી કરી રહેલા એક યુવાએ નોકરી છોડી સ્ટાર્ટઅપની દુનિયામાં પગ મૂક્યો અને કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં સમોસાનો વેપાર શરૂ કર્યો હતો.

હવે આ કપલ કોઈ સારી નોકરી કરતા વધુ કમાણી કરી રહ્યાં છે. નિધિ સિંહ અને તેના પતિ શિખર વીર સિંહના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. હરિયાણામાં બાયોટેક્નોલોજીમાં બીટેકનો અભ્યાસ કરવા દરમિયાન બંને મળ્યા હતા. શિખરે હૈદરાબાદના ઈન્સ્ટિટ્યૂટ ઓફ લાઇસ સાન્યસથી એમટેક કર્યું છે અને બાયોકોનમાં પ્રિન્સિપલ સાઇન્ટિસ્ટ તરીકે કામ કરવા લાગ્યા હતા. 

વર્ષ 2015માં પોતાનું કામ શરૂ કરવા માટે તેમણે પોતાની નોકરી છોડી દીધી. નિધિ ગુડગાંવની એક ફાર્મા કંપનીમાં નોકરી કરી રહી હતી અને તેને વાર્ષિક 30 લાખનો પગાર મળતો હતો. બેંગલુરૂમાં સમોસા સિંહની શરૂઆત માટે વર્ષ 2015માં નોકરી છોડી દીધી હતી. 

નિધિ અને શિખર મોટા પરિવારમાંથી આવે છે પરંતુ ત્યારબાદ તેમણે બિઝનેસ કરવાની પોતાની ઈચ્છાના કારણે પોતાની બચતમાંથી સમોસા સિંહની શરૂઆત કરી હતી. એક મોટુ કિચન સ્પેસ બનાવવા માટે તેણે 80 લાખમાં પોતાનું ઘર વેચી દીધુ હતું. શિખરને સમોસાના બિઝનેસનો વિચાર અભ્યાસ દરમિયાન આવ્યો હતો. 

નિધિએ તેને સલાહ આપી કે તેણે વૈજ્ઞાનિક બનવું જોઈએ અને નોકરી કરવી જોઈએ. સિંહે એક દિવસ એક બાળકને ફૂડ કોર્ટની બહાર સમોસા માટે રડતો જોયો હતો. ત્યારબાદ શિખરને લાગ્યું કે સમોસા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે. 

ત્યારબાદ શિખરે પોતાની નોકરી છોડી બેંગલુરૂમાં સમોસા સિંહ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. હવે સમોસા સિંહની પાસે અનેક જાતના સમોસાની રેન્જ છે. હવે આ કપલ પોતાના બિઝનેસને દેશભરમાં વિસ્તાર કરવાનું વિચારી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news