નવી દિલ્હી: હિન્દુ ધર્મમાં કારતક માસ (Kartik Maas)નું ખાસ મહત્વ છે. આ મહિનાને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ મહિનામાં વ્રત અને તપ કરવાને મહત્વપુર્ણ જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રોના અનુસાર, આ મહિનામાં જે માનવી સંયમની સાથે નિયમોનું પાલન કરે છે, તો તેને મોક્ષની પ્રાપ્તિ થયા છે. કારતક માસમાં સાત નિયમોનું પાલન કરવું આવશ્યક જણાવ્યું છે. આ નિયમોનું પાલન કરવાથી માનવીને તમામ સુખની પ્રાપ્તિ થયા છે. આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષમીને અત્યંત પ્રિય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના કાળમાં મુસાફરી દરમિયાન રાખો ખાસ સાવધાની, આ Travel Tips લાગશે તમને કામ


આ 7 નિયમોનું કરો પાલન


  1. તુલસીના છોડની પૂજા કરવી અને તેની સેવા કરવી આ મહિનામાં ખુબજ મહત્વપૂર્ણ ગણાવી છે. કહેવાય છે કે, કારતક માસમાં તુલસી પૂજાનું મહત્વ ઘણું વધી જાય છે.

  2. કારતક માસમાં જમીન પર ઊંઘવું જોઇએ. એવુ માનવામાં આવે છે કે, જમીન પર સુવાથી મનમાં પવિત્ર વિચાર આવે છે.

  3. કારતક માસમાં શરીર પર તેલ લગાવવું જોઇએ નહીં. આ મહિનામાં માત્ર એક દિવસ એટલે કે, નરક ચતુર્દશી પર જ તેલ લગાવવામાં આવે છે.

  4. કારતકના પવિત્ર મિહનામાં દીવાદાન જરૂર કરવું જોઇએ. કહેવાય છે કે, તેનાથી પુણ્યની પ્રાપ્તિ થયા છે. આ મહિનામાં નદી, ખાબોચિયા, તળાવ વગેરેમાં દીપદાન કરવામાં આવે છે.

  5. આ મહિનામાં ખાવા પીવાને લઇને પણ ઘણા નિયમ છે. કારતક માસમાં દાળ ખાવી જોઇએ નહીં. આ મહિનામાં અડદ, મગ, મસૂર, ચણા, વટાણા, રઈ વગેરે ન ખાવા જોઈએ.

  6. કારતક માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આ મહિનામાં બ્રહ્મચર્યનું પાલન ન કરવું અશુભ માનવામાં આવે છે.

  7. કારતક મહિનામાં સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન, કોઈ ઝગડો અથવા વિવાદમાં ન આવો.


આ પણ વાંચો:- સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો


કારતક માસની શરૂઆત શરદ પૂર્ણિમાથી થયા છે. માન્યતા છે કે, કારતક માસમાં આ નિયમોનું પાલન કરવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube