પાસપોર્ટ બનાવવો હવે આમ જોવા જઈએ તો પહેલા કરતા ખુબ સરળ બની ગયું છે. સરકારે પાસપોર્ટ બનાવવા માટે કેટલાક દસ્તાવેજોને કાઢી નાખ્યા છે જેનાથી પ્રક્રિયા હવે સરળ બની છે. આવો તો જાણીએ હવે આ નવા નિયમો અંગે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ગમે ત્યાથી કરો એપ્લાય- હવે તમે મોબાઈલ એપ 'પાસપોર્ટ સેવા' દ્વારા પોતાના ફોનથી દેશમાં ગમે ત્યાંથી પાસપોર્ટ માટે એપ્લાય કરી શકો છો. પાસપોર્ટ માટે જરૂરી તમામ પ્રક્રિયા આ એપ દ્વારા પૂરી થઈ શકશે.


2. ફક્ત ફોર્મ જમા કરાવવા જવું પડશે- ભરેલા ફોર્મને તમે કોઈ પણ પાસપોર્ટ ઓફિસ કે સેવા કેન્દ્રમાં જમા કરાવી શકશો. જેમ કે તમે દિલ્હીમાં રહેતા હોવ પરંતુ કોલકાતામાં કામ કરતા હોવ તો તમે ફોર્મ કોલકાતામાં જમા કરાવી શકો છો. પોલીસ વેરિફિકેશન જરૂરી છે તો તે એપ પર ભરેલા એડ્રસ ઉપર જ કરવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ પાસપોર્ટ સીધો ઘરે પહોંચી જશે.


3. એપમાં શું છે ખાસ- પાસપોર્ટ સેવા એપ તમે ગૂગલના પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. એપના મેન મેન્યુમાં ફી, પાસપોર્ટનું સ્ટેટસ, એફિડેવિટ અને એપોઈન્મેન્ટ સંબધિત લિંક અપાઈ છે. જેમાં ઉપલબ્ધ સેવાઓની વિગતો, અરજી ક્યા કરવાની છે, એપ્લિકેશન ફોર્મ, ફીની ચૂકવણી, પોલીસ વેરિફિકેશન, પોસ્ટલ ડિસ્પેચ અને કોલ સેન્ટરની જાણકારી પણ હશે.


4. પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટીફિકેટની જરૂર રહેશે નહીં.


5. સરકારી માન્યતા પ્રાપ્ત કોઈ પણ દસ્તાવેજમાં અપાયેલી જન્મતિથિ માન્ય રહેશે.


6. અનાથાલયના બાળકો માટે ત્યાંના મુખ્યા જે પણ જન્મતિથિ આપશે તે માન્ય ગણાશે.


7. સાધુ, સન્યાસીઓ માટે માતા પિતાની જગ્યાએ ગુરુઓના નામ માન્ય ગણાશે.


8. ડિવોર્સી મહિલાઓને પૂર્વ પતિનું નામ અને પૂર્વ પતિ પાસે રહેતા બાળકોનું નામ ભરવું જરૂરી નહીં હોય.


9. દેશના તમામ 543 લોકસભા વિસ્તારોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો ખુલશે. અરજીકર્તા ફોર્મ જમા કરાવવા માટે સ્થાનિક પાસપોર્ટ કાર્યાલય, પાસપોર્ટ સેવા કેન્દ્ર, ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રમાંથી કોઈની પણ પસંદગી કરી શકે છે.


10. જરૂર પડ્યે અરજી ફોર્મમાં અપાયેલા સરનામાં પર પોલીસ વેરિફિકેશન થશે. આ એડ્રસ પર અરજી સમયે પસંદ કરાયેલા સ્થાનિક કાર્યાલય પાસપોર્ટ મોકલશે.