નવી દિલ્હી: મધ્ય પ્રદેશના હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હનીટ્રેપ ગેંગના મોબાઈલ અને લેપટોપમાંથી અશ્લીલ વીડિયો મળ્યા છે. જેમાં એક પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ અને કેટલાક અધિકારીઓના વીડિયો છે. પોલીસને શક છે કે અન્ય સ્થળો ઉપર પણ અશ્લીલ વીડિયો છૂપાવેલા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પકડાયેલી પાંચ યુવતીઓ પાસેથી 150થી વધુ વગદારોના નંબરો મળ્યા છે. હનીટ્રેપ ગેંગ પોતાની એનજીઓ અને કંપની દ્વારા અનેક નેતાઓ, અધિકારીઓ અને મોટા વેપારીઓના સંપર્કમાં હતી. પોતાની મોહજાળમાં ફસાવીને યુવતીઓ વીડિયો બનાવતી હતી, અને ત્યારબાદ બ્લેકમેઈલ કરતી હતી. યુવતીઓએ 3 વર્ષમાં બ્લેકમેઈલથી કરોડોની પ્રોપર્ટી ઊભી કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમાંથી કેટલાકના તાર ભાજપના તો કેટલાકના કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MPમાં હાઈ પ્રોફાઈલ હની ટ્રેપના ખુલાસાથી હડકંપ મચ્યો, ભોપાલ-ઈન્દોરથી 5 યુવતીની ધરપકડ


નગર નિગમના અધિકારીની ફરિયાદ પર ઈન્દોરના પલાસિયા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેઈલનો મામલો નોંધાયો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એક મહિલા તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને  બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી રહી છે. મહિલાએ કઈંક રેકોર્ડિંગ પણ કર્યું હતું અને 3 કરોડ રૂપિયાની માગણી કરતી હતી. માગેલી રકમ ન આપે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. એસએસપીના જણાવ્યાં મુજબ પીડિતની ફરિયાદના આધારે પોલીસે મામલો નોંધ્યો અને તપાસ કરી. ત્યારબાદ 3 કરોડની રકમમાંથી પહેલા હપ્તા તરીકે 50 લાખ રૂપિયા તે યુવતી ઈન્દોર આવી અને એક યુવતી સાથે અન્ય બે (એક મહિલા અને એક પુરુષ)ને અટકાયતમાં લઈ લેવાયા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...