NDA Meeting: આગામી વર્ષે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે દરેક રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએની બેઠક મંગળવારે દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં 38 જેટલી રાજકીય પાર્ટીઓ સામેલ થઈ હતી. બેઠકમાં અમિત શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ અન્ય સાથી દળોના નેતાઓએ પણ સંબોધન કર્યું હતું. અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાપન ભાષણમાં અનેક મુદ્દાની ચર્ચા કરી હતી. 


પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ કહ્યુ કે NDAની 25 વર્ષની યાત્રાની સાથે એક સંયોગ જોડાયો છે. આ તે સમય છે, જ્યારે આપણો દેશ આવનારા 25 વર્ષ માટે એક મોટા લક્ષ્યની પ્રાપ્તિ માટે પગલા ભરી રહ્યું છે. આ લક્ષ્ય વિકસિત ભારતનું છે, આત્મનિર્ભર ભારતનું છે. પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે ગઠબંધન ભ્રષ્ટાચાર પર આધારિત હોય તો દેશનું નુકસાન કરે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube